ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવેમ્બરથી ફોન પર દેખાશે કોલ કરનારનું અસલી નામ, કોઈ એપની જરૂર નહીં

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / નવેમ્બરથી ફોન પર દેખાશે કોલ કરનારનું અસલી નામ, કોઈ એપની જરૂર નહીં

Last Updated: 01:32 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mobile Calling: કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા 1 નવેમ્બરથી ફરજિયાત બનશે. આમાં ફોન કરનારનો નંબર સાથે ટેલિકોમ રેકોર્ડમાં નોંધાયેલ કોલ કરનારનું નામ પ્રદર્શિત કરશે. આને લઇ સ્પામ કોલ ઓળખવામાં મદદ મળી શકશે.

1/5

photoStories-logo

1. કોલ કરનારનું સાચું નામ પ્રદર્શિત થશે

1 નવેમ્બર 2026થી મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરો પરથી આવતા કોલ અંગે એક મોટો ફેરફાર થવાનો છે. ટેલિકોમ વિભાગ (DoT) એ ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ હેઠળ ઇનકમિંગ કોલ દરમિયાન નંબર સાથે કોલ કરનારનું નામ દર્શાવવામાં આવશે. 13 ઓક્ટોબરના વિભાગના પરિપત્ર મુજબ આ સુવિધા તમામ સેવા ક્ષેત્રોમાં લાગુ કરવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોલરની માહિતી

CNAP સેવા હેઠળ કોલરના મોબાઇલ ફોન પર બે પ્રકારની માહિતી આવશે. પહેલી ફોન કરનારનો મોબાઇલ નંબર અને તેનું વ્યક્તિગત નામ. જો કોલરનો નંબર ફોનની સંપર્ક સૂચિમાં પહેલાથી જ સેવ હોય, તો તે સૂચિમાં લખેલ નામ દેખાશે. જો નંબર સેવ ન હોય તો ટેલિકોમ ઓપરેટરના સબ્સ્ક્રાઇબર રેકોર્ડમાં સૂચિબદ્ધ નામ ડોમેસ્ટિક કોલ્સ માટે પ્રદર્શિત થશે. ઇન્ટરનેશનલ કોલ્સ માટે અજાણ્યો નંબર સાથે 'ઇન્ટરનેશનલ કોલ' લખેલુ દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કોઈ અલગ સેવાની લેવાની જરૂર નથી

ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિર્દેશ અનુસાર ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને કોઈપણ અલગ વિનંતી વિના આ સુવિધા પ્રદાન કરવી આવશ્યક છે, એટલે કે ગ્રાહકોને સેવાને સબ્સ્ક્રાઇબ કરવાની અથવા એક્ટિવ કરવાની જરૂર રહેશે નહીં. જો કે પ્રારંભિક નિર્દેશ કોલ ફક્ત 4G અને તેમા નવી-ટેકવાળા વાયરલેસ નેટવર્ક્સ પર લાગુ કરવાની વાત કહેવાય છે. 2G, 3G અને લેન્ડલાઇન નેટવર્ક્સ માટે અમલીકરણ અલગથી ધ્યાનમાં લેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્પામ અને ફર્જી કોલ ઓળખવામાં મદદ કરશે?

CNAP નો હેતુ અજાણ્યા કોલર્સની ઓળખ જાહેર કરવાનો અને કોલ પ્રાપ્ત કરતા પહેલા લોકોને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવાનો છે. આ સ્પામ અને ફર્જી કોલ ઓળખવામાં મદદ કરી શકે છે. જો કે, ફક્ત નામ દર્શાવવાથી દરેક ફર્જી કોલની ઓળખ સુનિશ્ચિત થશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કયા કિસ્સાઓમાં નામ દેખાશે નહીં?

જે ગ્રાહકોએ નિર્ધારિત નિયમો હેઠળ કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શન (CLIR) સુવિધા લીધી હોય, તેમના માટે કોલિંગ નામ ઓળખ પ્રદર્શિત કરવામાં આવશે નહીં. જોકે વ્યવસાયિક અથવા બલ્ક કનેક્શન ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓને ચકાસણી પછી જીએસટી પોર્ટલ પર નોંધાયેલા તેમના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અથવા ટ્રેડ નામો પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ આ સિસ્ટમ લાગુ કરવા માટે જવાબદાર રહેશે. તેમને ખોટા નામ પ્રદર્શિત કરવા સંબંધિત ફરિયાદોની નોંધણી અને સમયસર નિવારણ માટે પણ વ્યવસ્થા કરવાની જરૂર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Technology Mobile Call Calling name
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ