બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા પછી મફત સારવાર મળે? જાણો નિયમો
Last Updated: 08:25 PM, 10 July 2025
ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને ઘણા લોકો આ યોજનાઓનો લાભ પણ લે છે. એમાંથી એક છે કે આયુષ્માન ભારત યોજના. લોકોને ફ્રીમાં મેડિકલ સર્વિસ મળે તેના માટે ભારત સરકારે 2018માં આ યોજનાની શરૂઆત કરી હતી અને બાદમાં આ યોજનાનું નામ જન આરોગ્ય યોજના કરી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

આ યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ મળે છે અને આ ઈન્શ્યોરન્સ દ્વારા તે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી શકે છે. જે લોકો આ યોજનાનો લાભ લે છે એમને એક આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડને હોસ્પિટલમાં આપીને લાભાર્થી પોતાની સારવાર કરાવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ યોજના અને આયુષ્માન કાર્ડમાં ફ્રી ઈલાજની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફતમાં સારવાર લઈ શકાય છે.. કે પછી મફતમાં સારવાર નથી મળતી.. તો ચાલો આના વિશે જાણીએ..
ADVERTISEMENT
આની માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે. જો તમે સારવાર કરાવી રહ્યા છો અને આ દરીયાન તમારી લિમિટ પૂરી થઇ જાય છે તો પછી એવામાં હોસ્પિટલ મેનેજમેન્ટ હેલ્થ વિભાગ પાસે એક્સ્ટ્રા સપોર્ટના આધારે સારવાર કંટીન્યુ કરવાની પરમિશન માંગે છે.

ADVERTISEMENT
આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં, રાજ્ય સરકારો પોતાના સ્તરે એક્સ્ટ્રા ફંડિંગ આપે છે. માની લો કે જો કોઈને ગંભીર બીમારી છે અને આયુષ્માન યોજના હેઠળ સારવારની લિમિટ ક્રોસ થઈ ગઈ છે. તો તે રાજ્ય આરોગ્ય યોજના હેઠળ સારવાર મેળવી શકે છે.
જોકે આની માટે દર્દીને પહેલા અરજી કરવાની હોય છે અને તેની બીમારીની મેડીકલ રીપોર્ટના આધારે જ તેને મદદ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ રાજ્ય કોઈ રાજ્યમાં આ સુવિધા ઉપલબ્ધ નથી તો પછી સારવાર મળી શકતી નથી.
ADVERTISEMENT
વધુ વાંચો:ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં આ તારીખે ખુલશે, એલન મસ્ક લોન્ચ કરશે પહેલી ઈલેક્ટ્રિક કાર
આ સિવાય વાત કરીએ તો અમુક હોસ્પિટલોમાં દર્દીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેલ્થ ફંડથી પણ મદદ મળે છે. પરંતુ આની માટે એક આખી પ્રોસેસ હેઠળ અરજી કરવાની રહે છે અને અપ્રુવલ મળ્યા બાદ જ સારવાર થઇ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.