બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં આ તારીખે ખુલશે, એલન મસ્ક લોન્ચ કરશે પહેલી ઈલેક્ટ્રિક કાર
Last Updated: 04:52 PM, 12 July 2025
ટેસ્લા કંપની 15 જુલાઈ 2025 ના રોજ ભારતમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે. આ લોન્ચ ઇવેન્ટ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં યોજાશે. એવું માનવામાં આવે છે કે ટેસ્લાના CEO એલોન મસ્ક પોતે આ ઇવેન્ટમાં હાજરી આપશે. એટલું જ નહીં, આ પ્રસંગે તેઓ ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત પણ કરી શકે છે.
ADVERTISEMENT

ટેસ્લા ભારતમાં મુંબઈના BKC વિસ્તારમાં પોતાનો પહેલો સત્તાવાર શોરૂમ ખોલી રહી છે. આ શોરૂમમાં ગ્રાહકો ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર અને ટેકનોલોજીને નજીકથી જોઈ શકશે. ટેસ્લા ભારતમાં સૌપ્રથમ મોડેલ Y કાર લોન્ચ કરશે. તેની કિંમત લગભગ ₹70 લાખ (એક્સ-શોરૂમ) હોવાની આશા છે. આ કાર ટેસ્લાની જર્મની સ્થિત ફેક્ટરીમાંથી ભારતમાં લાવવામાં આવશે, જ્યાં જમણા હાથની સ્ટીયરિંગ કાર બનાવવામાં આવે છે, જે ભારત માટે જરૂરી છે.
ADVERTISEMENT

આ દેશથી ઇમ્પોર્ટ થશે ટેસ્લા કાર
ADVERTISEMENT
Model Y ભારતમાં ટેસ્લાની પ્રમુખ કાર હશે, પરંતુ કંપની ભવિષ્યમાં વધુ મોડેલ લાવવાની યોજના બનાવી રહી છે કારણ કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. શરૂઆતમાં, ટેસ્લા ભારતમાં વાહનોની કરશે, પરંતુ ભવિષ્યમાં, કંપની ભારતમાં જ વાહનોનું પ્રોડક્શનનું પણ વિચારી શકે છે. ભારત સરકાર નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ પર કામ કરી રહી છે, જેમાં સ્થાનિક ઉત્પાદક કંપનીઓને ટેક્સમાં છૂટ અને અન્ય લાભો મળી શકે છે. આ ટેસ્લાને ભારતમાં તેનો પ્લાન્ટ લગાવવામાં મદદ કરી શકે છે.
વધુ વાંચો:રસ્તા પર જતી છોકરીઓનો વીડિયો બનાવ્યો તો ગયા સમજો! ખાવી પડશે જેલની હવા
ADVERTISEMENT
સ્ટારલિંક પણ લોન્ચ થઈ શકે છે
ટેસ્લાની સાથે, એલોન મસ્ક ભારતમાં તેની ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પણ શરૂ કરી શકે છે. તાજેતરમાં, સ્ટારલિંકને ભારતના IN-SPACE વિભાગ તરફથી સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા પૂરી પાડવા માટે મંજૂરી મળી છે. સ્ટારલિંકનો ઉદ્દેશ્ય દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવાનો છે. જોકે, તેને સંપૂર્ણપણે લોન્ચ કરતા પહેલા કેટલીક વધુ સરકારી મંજૂરીઓ મેળવવી જરૂરી રહેશે. 15 જુલાઈએ યોજાનારી ટેસ્લાની આ લોન્ચ ઇવેન્ટ ભારતના ઓટોમોબાઈલ અને ડિજિટલ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટેસ્લાની Model Y કારના લોન્ચ સાથે સ્ટારલિંકની જાહેરાત પણ થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.