ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય રેલવેનું મોટું એલાન, હવે તત્કાલનો નિયમ રિઝર્વેશન ટિકિટ પર લગાવ્યો, તારીખ જાહેર

જાણી લેજો / ભારતીય રેલવેનું મોટું એલાન, હવે તત્કાલનો નિયમ રિઝર્વેશન ટિકિટ પર લગાવ્યો, તારીખ જાહેર

Published By: Priykant Shrimali

Last Updated: 07:28 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Tickets Online Booking : આ તારીખથી હવે રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક નવા નિયમનો અમલ થવાનું છે જે ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે, જાણો એક જ ક્લિકે

ADVERTISEMENT

Railway Tickets Online Booking : ગુજરાત સહિત દેશભરમાં ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જોકે હવે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબર, 2025થી હવે રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક નવા નિયમનો અમલ થવાનું છે જે ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.

ટિકિટ બુકિંગની શરૂઆતમાં ફક્ત આધાર-વેરિફાઇડ યાત્રિકો માટે પહોંચ

નવા નિયમ અનુસાર કોઈપણ ટ્રેન માટે રિઝર્વેશન ખુલ્યા પછીની પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરી શકશે. આ પગલું ખાસ કરીને એજન્ટો અને દલાલો દ્વારા થતી ટિકિટ બ્લોકિંગ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવામાં આવ્યું છે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ માટે લાગુ છે પણ હવે તે સામાન્ય રિઝર્વેશન માટે પણ લાગુ કરવામાં આવશે.

જનરલ રિઝર્વ્ડ ટિકિટ માટે પણ લાગુ થશે નિયમ

રેલવે અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, હવે રિઝર્વ્ડ જનરલ ટિકિટ માટે પણ આ નિયમ લાગુ રહેશે. એટલે કે, પ્રથમ 15 મિનિટમાં આધાર વિના યાત્રિકો ટિકિટ બુક કરી શકશે નહીં. આ નિયમ માત્ર IRCTC ના ડિજિટલ પ્લેટફોર્મ પર લાગુ હશે. એટલે કે વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન.

કાઉન્ટર બુકિંગ પર કોઈ અસર નહીં

મહત્વપૂર્ણ વાત એ છે કે, કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન કાઉન્ટરથી ટિકિટ ખરીદવામાં ઈચ્છુક યાત્રિકો માટે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તેઓ માટે હાલના નિયમો જ ચાલુ રહેશે. અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે પહેલેથી અમલમાં રહેલી 10 મિનિટની પ્રતિબંધ યોજના પણ યથાવત્ રહેશે.

ટેકનિકલ અમલ માટે CRIS અને IRCTC ને સૂચના

આ ફેરફારને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે રેલવેના ટેક્નિકલ ભાગ CRIS (Center for Railway Information Systems) અને IRCTC ને જરૂરી ટેકનિકલ સુધારા કરવા કહેવામાં આવ્યા છે. સાથે જ ઝોનલ રેલવેઓને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે નિયમનુ પાલન સુનિશ્ચિત કરે.

સાચા મુસાફરોને પ્રાથમિકતા

રેલવેના મતે આ પગલાથી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને સામાન્ય યાત્રિકોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે. દલાલો દ્વારા થતી ટિકિટ બ્લોકિંગ અટકી જશે જે ખાસ કરીને તહેવારો અને ઊંચા ટ્રાફિકના દિવસોમાં એક મોટો મુદ્દો બનતો હતો.

આ પણ વાંચો : WhatsAppથી મિનિટોમાં જ બુક થઇ જશે LPG સિલિન્ડર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

હવે જાણો નવા નિયમના ફાયદા

  • દલાલો દ્વારા ટિકિટ બ્લેક ક થવાનો ખતરો ઘટશે
  • સાચા યાત્રિકોને ટિકિટ મળવાની શક્યતા વધશે
  • ડિજિટલ સુરક્ષા અને વ્યવસ્થિત બુકિંગ પ્રોસેસ
  • તત્કાલ અને જનરલ બંને માટે સુધારાઓ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways General Reserved Tickets Online Ticket Booking System

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ