બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 11:41 PM, 20 March 2023
ADVERTISEMENT
આજના આધુનિક યુગમાં જયારે લોકો સમય સાથે દોડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે દરેક વ્યક્તિનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક ડિપ્રેશનનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે વ્યક્તિ ના જીવન માં કોઈ એવો અણગમતો પ્રસંગ આવે કે બનાવ બને ત્યારે લોકોમાં દુઃખની લાગણી આવે છે અને મુખ્યત્વે જોઈએ તો સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળે છે. પારીવારિક જવાબદારીઓ અને વધતી ઉંમર સાથે શારીરિક ફેરફાર દરમિયાન સ્ત્રીઓમાં વધુ ડિપ્રેશનનો ભોગ બને છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ.ધારા દોશીના માર્ગદર્શનમાં પિયેચડી વિદ્યાર્થિની વરું જીજ્ઞા અને મોર ભારતી એ 1143 સ્ત્રીઓ પર સર્વે કર્યો..
ADVERTISEMENT
સ્ત્રીઓમાં ડિપ્રેશનનાં લક્ષણો:
●સ્ત્રીઓમાં મોનોપોઝ અથવા હોર્મોન્સમાં પરિવર્તન
●નાનપણની કડવી યાદો
●નિષેધક અનુભવ
●દવાઓનું મુખ્ય સેવન
●ચિંતા
●સંબંધોમાં વારંવાર દબાણ
●ખાલી સમય અને વ્યક્તિગત જગ્યાની ખામી
●સ્ત્રીઓનું શોષણ
●આત્મઘાતી વિચારો
●ભવિષ્યની ચિંતા
●મનોબળ ઘટી જવુ
●કાબુમાં ન રહે તેવી અવ્યવહારું પ્રેરણાઓ થવી
●જાતને દોષી સમજવી કે લાયક ન સમજવી
●મોટાઈ બતાવવી કે અતિશય આશાવાદી બનવું
●જાતીય ઈચ્છા ઘટવી કે સેક્સયુઅલ પ્રોબ્લેમ્સ થવા
●શારીરિક દુખાવા થવા
સ્ત્રીઓમાં સ્ટ્રેસ.. આ ચાર સમયે હોર્મોન્સ માં થતા ફેરફાર સૌથી જવાબદાર..
(1) માસિક ધર્મ ચાલુ હોય ત્યારે 68% સ્ત્રીઓ ખૂબ જ સ્ટ્રેસ અનુભવે છે.
(2) લગ્ન થાય ત્યારે 56% સ્ત્રીઓ અત્યાધિક સ્ટેસમાં હોય છે.
(3) ગર્ભવતી હોય ત્યારે અને બાળક જન્મે ત્યારે 55.80% સ્ત્રીઓ અત્યાધિક તણાવ અનુભવે છે.
(4) માસિક બંધ થાય ત્યારે એટલે કે મોનોપોજ આવતા 72% સ્ત્રીઓ સ્ટ્રેસ, હતાશા અનુભવે છે.
ડિપ્રેશન
(1)હોર્મોન્સની વધઘટને કારણ 22.41% સ્ત્રીઓ ડિપ્રેશન અનુભવે છે.
(2) પૂરતી સ્વતંત્રતા ન મળવાને કારણે 32.40% સ્ત્રીઓ ડિપ્રેશન અનુભવે છે.
રસ નો પડવો (અરુચિ)
ડિપ્રેશનનાં કારણે અનેકવાર કોઈ વાત માં રસ જ ન લે.આવી સ્ત્રી પોતાના રોજિંદા કાર્યો તથા આસ-પાસનાં લોકો સાથેનાં વર્તન બંધ કરતી હોય છે એવું પણ મળે છે કે ડિપ્રેશનનાં કારણે કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકે.
(3) પૂરતી ઊંઘના અભાવને કારણે 28% સ્ત્રીઓ ડિપ્રેશન નો ભોગ બને છે .
ઊંઘનું મહત્ત્વ વધારે છે. સ્ત્રીઓમાં ડિપ્રેશન બે રીતે અસર કરે છે. એક તો ઊંઘ આવવાનું બંધ થઈ જાય છે અને બીજી કે ઊંઘ સતત આવતી જ હોય છે આવું જયારે બનતું હોય છે ત્યારે સ્ત્રીઓમાં ડિપ્રેશનનો સંકેત દેખાય છે.
(4) 36.90% સ્ત્રીઓ ઘરની જવાબદારીઓ લીધે ડિપ્રેશન અનુભવે છે.
આખો દિવસ ઘર અને બહારની દોડાદોડીમાં સ્ત્રીઓ થાકનો અનુભવ તો કરતી જ હોય છે. પરંતુ વધારે પડતો જો અનુભવે ડિપ્રેશનનાં લક્ષણો ગણી શકાય છે.
(5)આત્મવિશ્વાસ ઘટી જવાના કારણે 45% સ્ત્રીઓમાં ડિપ્રેશન થાય છે.
ડિપ્રેશન ના કારણે આત્મવિશ્વાસ સ્ત્રીમાં ઓછો થતો જોવા મળે છે. પોતાની જ અવગણના કરતી જોવા મળે છે. ભૂતકાળના એવા–એવા પ્રસંગોને યાદ કરીને પોતાની જાતને દોષી માનતી હોય છે ત્યારે તેની પાસે બેસીને પોતાને આત્મવિશ્વાસ આપે તેવી વ્યક્તિની જરૂર હોય છે. વ્યક્તિનાં તેના મનમાં આત્મહત્યાનાં વિચારો પણ આવે છે તેના જીવનમાં કોઈ ધ્યેય નથી જોવા મળતા. જીવનનું કોઈ મૂલ્ય જ નથી એવું વિચારે છે.
(6) રોજીંદા આહારમાં પરિવર્તન થી 54% સ્ત્રીઓ ડિપ્રેશન અનુભવે છે.
કેટલીકવાર ડિપ્રેશનની પરિસ્થિતિમાં સ્ત્રીઓમાં આહારની બાબત પ્રભાવિત કરતી હોય છે. પોતાની જાતને વધારે પડતી સારી હોવાનું માનતી સ્ત્રીઓ બહુ વધારે પડતો આહાર લે છે અને ડિપ્રેશનમાં આવીને દુઃખી હોય છે.ત્યારે સ્ત્રીઓ આહાર લેવાનું ટાળતી હોય છે આ બંને પરિસ્થિતિમાં ડિપ્રેશનનો પ્રભાવ રોજીંદા આહારમાં પરિવર્તન લાવી શકે છે.
સ્ત્રીઓમાં ડિપ્રેશનનું વધુ પ્રમાણ
ડિપ્રેશન ના દર્દીઓમાં સ્ત્રીઓનું પ્રમાણ કેમ વધારે હોય છે? એ બાબત પર ધ્યાન દોરવું જોઈએ. પુરુષો કરતા સ્ત્રીઓમાં સંબંધોમાં વધુ પડતી અપેક્ષાઓ જોવા મળે છે. 10 પુરુષોમાં 1.80 પુરુષ અને 10 સ્ત્રીઓમાં 7.20 સ્ત્રીઓ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. સ્ત્રીની પડતી અપેક્ષા, પ્રીત પામવા સમર્પણ, પુરુષને આકર્ષવાનો ખોટો પ્રયત્ન તથા પુરુષ વિરોધી ચળવળો ડિપ્રેશનનું પ્રમાણ વધારવા માટે જવાબદાર છે. કેટલીક સ્ત્રીઓ કુંવારી અવસ્થામાં નવલકથા ફિલ્મી પાત્રોને મનોમન આદર્શ માની લે છે એવી સ્ત્રીની જીવનસાથી પાસેની અપેક્ષાઓ વાસ્તવિકતાથી બહુ વેગળી હોય છે. કેટલીક સ્ત્રી જાતને પ્રેમ કરવા માટે બીજાનો સહારો શોધે છે. કુંવારી અવસ્થાથી વસ્ત્રો દ્વારા, વાતો દ્વારા નાટયાત્મક વર્તનો પુરુષોનું ધ્યાન ખેંચે છે. આપણે ત્યાં સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ બમણું હોવા પાછળ દામ્પત્ય જીવનના પ્રશ્નો જવાબદાર ગણી શકાય.સ્ત્રીની પરંપરાગત ભૂમિકામાં પરિવર્તન આવવું. સ્ત્રીઓનું નોકરી અથવા રોજગારી માટે ઘરની બહાર નીકળવું ,સયુંકત કુટુંબનું વિચ્છેદન તથા આધુનિક જીવનશૈલી જેવા પરિબળો જવાબદાર ગણાય છે. ભિન્ન વાતાવરણમાંથી આવેલા અલગ-અલગ સ્વભાવનાં સ્ત્રી-પુરુષ જ્યારે લગ્ન—ગ્રંથિથી જોડાઈને ઘરમાં સાથે રહે છે. ત્યારે તેમની જીવનશૈલીમાં અનેક પડકાર અને પરિવર્તન આવે છે તથા બંને પક્ષે જવાબદારીઓ નિભાવવાની હોય છે.અને એકબીજા સાથે તાલમેલ સાધવાનો હોય છે. ત્યારે સ્ત્રીઓમાં ડિપ્રેશન વધુ જોવા મળતું હોય છે.
સ્ત્રીઓમાં કૌટુંબિક સંબંધોમાં દામ્પત્ય સંબંધ સૌથી વધુ જટિલ હોય છે.અને તેથી તેમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા પણ સૌથી વધુ રહે છે. જાતીય સંબંધ તથા જાતીય સમસ્યાઓ પણ દામ્પત્યજીવનમાં વિષાદ અને કંકાસનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં પણ ડિપ્રેશન સ્ત્રીઓમાં વધુ પડતું જોવા મળે છે.આ અંગે જો સ્ત્રીઓ ખુલીને વાતચીત ના થાય તો તેમની વચ્ચેના સંબંધો વધારે કડવાસભર્યા બની શકે છે.
ઘરને મંદિરની ઉપમા આપવામાં આવે છે. જ્યાં પરિવારના સભ્યો એક બીજા સાથે પ્રેમથી હળીમળીને રહે છે પરંતુ અનેક કારણોસર પરિવારના સભ્યો વચ્ચેના આ મીઠાં સંબંધો કડવા થઈ જાય છે,અને પરિવાર માં સંઘર્ષ જન્મે છે. ત્યારે અમૂક અંશે ડિપ્રેશનનાં સંકેતોનો ઉદ્ભવ થાય છે. બીજી તરફ સ્ત્રીઓ બાળકોના ઉછેર અને ઘર સંચાલનની જવાબદારીમાં જ વીતતા જીવનથી અસંતુષ્ટ રહે છે. કારણ કે આ બધાની વચ્ચે એ પોતાની અલગ ઓળખ નથી ઊભી કરી શકતી.લગભગ સ્ત્રીઓમાં અપેક્ષાઓ અને હસ્તક્ષેપને કારણે ને વધુ ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળે છે.
આજે ખાસ કરીને મોટાં શહેરોમાં જીવન વધુમાં વધુ જટિલ અને વ્યસ્ત બનતું જાય છે.જીવન સતત તનાવપૂર્ણ બનવાને કારણે ડિપ્રેશનનો પ્રકોપ વધી રહ્યો છે.જયારે જીવન સરળ હતું તથા અતિશય વ્યસ્તતા ન હતી ત્યારે ડિપ્રેશનનો પ્રકોપ પણ ઓછો હતો. ક્યારેક પત્ની, ક્યારેક માતા, તો ક્યારેક ઓફિસના કર્મચારી તરીકેની ભૂમિકાઓ વચ્ચે મહદ્દઅંશે સ્ત્રીઓમાં ડિપ્રેશન વધુ ને વધુ જોવા મળે છે.પોતાની ક્ષમતાઓ છતાંય તેને હંમેશા અન્યાયપૂર્ણ અને પક્ષપાતપૂર્ણ ભાવનાઓનો સામનો કરવો પડે છે.સતત મહેનત છતાંય ઓછો પગાર મળે છે. આ કારણે પણ કેટલીકવાર તો યોગ્યતા હોવા છતાં તેને એક સ્ત્રી હોવાને લીધે પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે. આ ઉપરાંત સહકર્મચારીઓનાં અભદ્ર વર્તનનો પણ શિકાર બનવું પડે છે.
ડિપ્રેશન ન ઓળખવાનાં કારણે કેટલીકવાર અનેક વ્યક્તિઓ તેનાથી સતત પિડાયા રાખતી હોય છે.
સ્ત્રીઓ આ ડિપ્રેશન વિવિધ રોગોના રૂપમાં અભિવ્યક્તિ કરે છે. ડિપ્રેશનના કારણે અનેક શારીરિક અને માનસિક ફેરફારો સર્જાતા હોવાના લીધે સ્ત્રીઓ એમ માને કે તેને કોઈ રોગ લાગુ પડી ગયો છે.આથી અનેક મેડીકલ રીપોર્ટ કરાવે છે. પરંતુ તેમાં કંઈ આવતું નથી. આથી તે જ્યોતિષ કે ભુવાઓ પાસે જઈ પોતાની પિડાનું નિવારણ શોધે છે. હકીકતમાં આ રોગ નથી પરંતુ ખિન્નતા માનસિક તક્લીફ છે. સ્ત્રીઓમાં આ તકલીફનું પ્રમાણ વધુ છે.
ઉપરાંત કેટલીકવાર આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ તો ઘરકામ ઉપરાંત બહારનું કામ પણ સ્ત્રીઓએ કરવું પડે છે. દરેક કામની જગ્યા સ્ત્રીઓ માટે યોગ્ય અને વ્યવસ્થિત હોય એવું બનતું નથી. સામાન્ય કામવાળીથી માંડી મોટી ઓફીસોમાં કાર્યરત દરેક સ્ત્રીઓમાં કોઈને કોઈ પોતાના ચારીત્ર્યનો સવાલ આવી ઉભો રહે છે .સ્ત્રીઓ પર કોઈ પુરુષની ખરાબ નજર તો હોય જ છે અને તે સ્ત્રીની નબળાઈ જાણતો હોય છે. આથી સ્ત્રી પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા તેની કુદષ્ટિની ભોગ બને છે. વ્યવસાયમાં પુરુષો દ્વારા કરવામાં આવતી જાતિય સતામણીનો સ્ત્રી ભોગ બને છે. આવી તે ઘરમાં કોઈને પણ જણાવતી નથી. સમાજના ડરથી સમાજમાં પણ કોઈની સાથે વાત કરતી નથી. આથી આવી મૂંઝવણનાં કારણે સ્ત્રીઓમાં ડિપ્રેશન વધુ જોવા છે.
ડિપ્રેશન દૂર કરવાના ઉપાયો
(1) એવા કામો કરો જે તમને રિલેક્સ કરે,ઉર્જા આપે અને ફીલ ગુડ ફેક્ટર કરાવે
અહીં હેલ્ધી લાઈફ સ્ટાઈલ અનુસરવું. સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકાય તે શીખવું. તમે જે કરી શકતા હોય તે મર્યાદા નક્કી કરી અને તમારા દિવસમાં આનંદદાયક પ્રવૃતિઓનું શિડયુલ ગોઠવવા જેવી સામાન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે.
(2) આઠ કલાક ઊંધ કરવાનું લક્ષ્ય રાખો
ડિપ્રેશનથી ઊંઘની સમસ્યા સાથે સીધો સંબંધ છે.જો તમે ઓછી ઊંઘ કરતા હોય,વધુ ઊંઘ કરતા હોય તો તે તમારા મૂડને અસર કરે છે. ઊંઘની સારી ટેવ પાડીને સારું અને હેલ્ધી ઊંઘવાનું શિડયુલ ગોઠવો.
(3) હળવાં થવાની ટેક્નિકસની પ્રેકટિસ કરો
યોગ,ઊંડા શ્વાસ લેવા, મસલ્સ રિલેકસ કરવા જેવી કસરતો અથવા મેડિટેશન જેવી રોજિંદી કવાયત કરો ડિપ્રેશનમાંથી રાહત મળી શકે છે.મનોભાર ઓછો થઈ શકે છે અને જીવનમાં આનંદ અને સાનુકૂળતા અનુભવી શકાય છે.
(4) અન્યને હળતાં મળતાં રહો
ડિપ્રેશન તમને અતડા રાખવા તરફ પ્રેરે છે. મિત્રો પરિવાર સાથે બેસીને વાર્તાલાપ કરો. જીવન તરફનો વિચાર સુધરશે, સારા સમર્પિત, નિર્ણયાત્મક અને તમને સારી રીતે સાંભળતા સાથીઓને મળો. .
(5) જીવંત રહો
તમે જયારે ડિપ્રેશનમાં હોવ ત્યારે બહાર આવવું એક મોટો પડકાર જેવું લાગશે. પરંતુ મનોવિજ્ઞાન જણાવે છે કે દરરોજ ઓછામાં 30 મિનિટ યોગ્ય કસરત કરવી એ મેડિટેશનની જેમ ડિપ્રેશનની લાક્ષણિક્તાઓ માટે અસરકારક થઈ શકે છે તેના ચુંગલમાં જવાથી અટકાવી શકે છે. વોકિંગ,વેઈટ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ તમારા બંને હાથ અને પગ મૂવ કરતા હોય તેવા ડાન્સ તાલબદ્ધ કસરત એ ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મહત્તમ લાભ આપે છે.
(6) નકારાત્મક વિચારો ત્યજો
ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મક્તા લાવે છે. આથી હું કંઈ પણ સારું નથી કરી શક્તો એવા સામાન્ય વિચારોથી દૂર રહો.
(7) વ્યવસાયિક મદદ મેળવો
જો તમે તમારી જાતે પગલાં લીધા હોય અને લાઈફસ્ટાઈલમાં હકારાત્મક ફેરફારો કર્યા હોય તેમ છતાં તમારું ડિપ્રેશન વધતું જ જતું હોય તો પ્રોફેશનલ હેલ્પ મેળવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.