બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / અલ્સરની બીમારી ગંભીર રુપ લઈ શકે છે, જાણો તેના શરુઆતના લક્ષણો
Last Updated: 06:08 PM, 29 September 2025
પેટમાં અલ્સર થવાના ઘણા કારણો હોઈ શકે છે. ખાવાની ખોટી આદતો, વધારે દવાઓનું સેવન, તણાવ, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન તેની મુખ્ય કારણો છે.
ADVERTISEMENT
કેટલીકવાર હેલિકોબેક્ટર નામનો બેક્ટેરિયા પણ આ રોગનું કારણ બને છે. આ સમસ્યા કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે, પરંતુ વધુ પડતા કેસ પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે.
ADVERTISEMENT
પેટના અલ્સરના મુખ્ય લક્ષણોમાં પેટમાં બળતરા, જમ્યા પછી દુખાવો, ગેસ, પેટનું ફૂલવું, લોહીની ઉલટી થવી, સ્ટૂલમાં લોહી આવવું અને અચાનક વજન ઘટવું સામેલ છે. ઘણા લોકોને ખાવાનું મન થતું નથી અને ભૂખ ન લાગવાના કારણે તેઓ ધીરે ધીરે નબળા પડવા લાગે છે. કેટલાક કેસમાં પોટીનો રંગ ઘાટો અથવા કાળો થઈ શકે છે, જે ગંભીર અલ્સરનું નિશાન છે.
ADVERTISEMENT
પેટમાં ઘા થવાના કારણે ઘણા દર્દીઓ રાત્રે દુખાવાને કારણે ઊંઘી શકતા નથી.સતત બળતરા અને દુખાવા થવાના કારણે જીવન મુશ્કેલ બની જાય છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટર પાસે જઈને યોગ્ય તપાસ અને સારવાર કરાવવી જરૂરી છે. સમયસર સારવાર ન મળે તો આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ પણ વાંચોઃ ગરબા રમતા દરમિયાન કેમ આવે છે હાર્ટ એટેક?, એક્સપર્ટે કર્યો મોટો ખુલાસો
ADVERTISEMENT
પેટના અલ્સરને કંટ્રોલ કરવા માટે જીવનશૈલીમાં થોડા સરળ ફેરફાર કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. તળેલું, મસાલેદાર અને ખાટું ખાવું ટાળવું જોઈએ. તેના બદલે હળવો અને પચવામાં સરળ ખોરાક લેવું જરૂરી છે. તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન અથવા હળવી કસરત કરવી ફાયદાકારક છે.

ADVERTISEMENT
ડૉક્ટરે આપેલી દવાઓ સમયસર લેવી જોઈએ અને ધૂમ્રપાન તથા દારૂથી દૂર રહેવું જરૂરી છે. આ આદતો પેટની અંદર એસિડ વધારતી હોવાથી અલ્સર વધુ ખરાબ થઈ શકે છે. સ્વસ્થ ખોરાક, પૂરતી ઊંઘ અને તણાવથી મુક્ત જીવનશૈલી અપનાવવાથી પેટના અલ્સરથી રાહત મળી શકે છે અને પેટનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવી શકાય છે.
ADVERTISEMENT
જો તમને વારંવાર પેટમાં બળતરા કે દુખાવાનો અનુભવ થાય, તો તેને અવગણશો નહીં. સમયસર તબીબી સલાહ લઈને સારવાર શરૂ કરવી જ હૃદય અને પેટ બંનેના સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
(Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.