બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું ફિટ રહેવા માટે તમે પણ છોડી છે ખાંડ ? તો જાણી લો આ જરુરી વાત
Last Updated: 07:03 PM, 22 June 2026
આજકાલ હેલ્દી અને ફિટ રહેવા માટે ખાંડનું સેવન ઘટાડી રહ્યા છે અથવા તેને સંપૂર્ણપણે છોડી રહ્યા છે. બજારમાં 'શુગર-ફ્રી' અને 'લો-ફેટ' પ્રોડક્ટ્સનો ફેલાવો થઈ રહ્યો છે, અને મોટાભાગના લોકો માને છે કે ખાંડ છોડી દેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું ખાંડ સંપૂર્ણ રીતે છોડી દેવી ખરેખર શરીર માટે ફાયદાકારક છે?
ADVERTISEMENT
તાજેતરના નવા રિસર્ચને આ ખ્યાલ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. સ્ટડી મુજબ, વ્યક્તિના આહારમાંથી ખાંડને સંપૂર્ણપણે દૂર કરવી હંમેશા ફાયદાકારક નથી. હકીકતમાં, તે શરીરને વિવિધ પ્રકારના નુકસાન પણ પહોંચાડી શકે છે.
રિસર્ચમાં શું આવ્યું સામે?
ADVERTISEMENT
રિસર્ચ દરમિયાન, વૈજ્ઞાનિકોએ ઉંદરોને 16 અઠવાડિયા સુધી લો-ફેટ ડાયટ કરાવી. એક જૂથને સામાન્ય માત્રામાં ખાંડ મળી, જ્યારે બીજા જૂથના ખોરાકમાંથી ખાંડ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી. ત્યારબાદ, તેમના બ્લડ શુગર, ઇન્સ્યુલિન રિસ્પોન્સ, ગટ બેક્ટેરિયા અને બળતરાનું લેવલ નું વિશ્લેષણ કરવામાં આવ્યું.

ADVERTISEMENT
એક્સપર્ટ્સ કહે છે કે હેલ્દી શરીર જાળવવા માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કોઈપણ એક વસ્તુને સંપૂર્ણપણે છોડી દેવાને બદલે, તેના ભાગના કદને નિયંત્રિત કરવું વધુ ફાયદાકારક બની શકે છે.
આ પણ વાંચોઃ દૂધીના નામે તમે પણ મોંઢુ બગાડો છો? તો બનાવો 10 મિનિટમાં ટેસ્ટી હેલ્દી દૂધીના ઢોસા
ADVERTISEMENT
જોકે આ સ્ટડીમાં ઉંદરો પર હાથ ધરવામાં આવ્યો હતો એટલે કે મનુષ્યો પર તેની અસરોને સંપૂર્ણપણે સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે, તે સૂચવે છે કે યોગ્ય માત્રામાં ખોરાક લેવો એ સ્વસ્થ અને ફિટ રહેવા માટે કંઈક સંપૂર્ણપણે છોડી દેવા કરતાં વધુ સારું છે.
Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.