બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 26, 27 અને 28 જુનના દિવસે બેન્ક રહેશે બંધ, જરુરી કામ પૂરા કરી લેજો

કામની વાત / 26, 27 અને 28 જુનના દિવસે બેન્ક રહેશે બંધ, જરુરી કામ પૂરા કરી લેજો

Nirav Kumar

Last Updated: 05:26 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયાના અંતે દેશના અનેક વિસ્તારમાં સતત ત્રણ દિવસ બેન્ક બંધ રહેવાની છે. ચાલો જાણીએ કે આ રજાઓ કયા કયા વિસ્તારમાં લાગુ પડશે.

જો તમે પૈસા જમા કરાવવા, ચેક ક્લિયર કરવા, ડ્રાફ્ટ બનાવવા કે બીજુ કોઈ મહત્વનું કામ કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. જેમાં અનેક રાજ્યોમાં બેંકો આ અઠવાડિયાના અંતે સતત ત્રણ દિવસ બંધ રહી શકે છે. આથી ગ્રાહકોએ તેમના મહત્વના બેંકિંગ કામ અગાઉથી પૂરા કરવા જોઈએ. બેંકો 22 જૂનથી 25 જૂન સુધી ખુલ્લી રહેશે. જેમાં દેશભરમાં સરકારી અને ખાનગી બેંકો 22 જૂનથી 25 જૂન સુધી રાબેતા મુજબ ખુલ્લી રહેશે. આ દિવસોમાં બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

  • 26 જૂનથી શરૂ થતી રજાઓ

RBI રજા કેલેન્ડર મુજબ 26 જૂનના રોજ મોહરમના કારણે અનેક રાજ્યો અને શહેરોમાં બેંકો બંધ રહેશે. પણ આ રજા દેશભરમાં લાગુ પડશે નહીં. આથી ગ્રાહકોએ તેમના શહેર માટે બેંક રજાઓનું લીસ્ટ ચેક કરી લેવું જોઈએ. 27 જૂન મહિનાનો ચોથો શનિવાર છે. આથી દેશભરની દરેક સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. બાદમાં 28 જૂન (રવિવાર) સાપ્તાહિક રજા રહેશે. જે રાજ્યોમાં 26 જૂને મોહરમની રજા હોય છે ત્યાં બેંક શાખાઓ સતત ત્રણ દિવસ બંધ રહી શકે છે.

vtv hiring
  • જુલાઈમાં બેંકો ક્યારે અને ક્યાં રજા ?

જુલાઈમા વિવિધ સ્થળોએ વિવિધ તહેવારોને કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે. આ સિવાય દેશભરની બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. બધા રવિવારે બેંકો બંધ રહેશે.

RBI રજા કેલેન્ડર મુજબ આઈઝોલમાં બેંકો 6 જુલાઈએ MHIP દિવસ માટે બંધ રહેશે. શિલોંગ 9 જુલાઈએ પણ બંધ રહેશે.16 જુલાઈએ ભુવનેશ્વર, દેહરાદૂન અને ઇમ્ફાલમાં બેંકો રથયાત્રા, કાંગ અને હરેલા જેવા સ્થાનિક તહેવારો માટે બંધ રહેશે. ત્યાર બાદ 17 જુલાઈએ શિલોંગમાં બેંકો બંધ રહેશે. જેમાં 22 જુલાઈએ ખર્ચી પૂજાને કારણે અગરતલામાં બેંકો બંધ રહેશે. બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય જુલાઈમાં એવી કોઈ રજા નથી કે જેના કારણે દેશભરમાં બેંકો એક જ દિવસે બંધ રહેવાની હોય.

વધુ વાંચો : SBIમાં નોકરીની સુવર્ણ તક, 48 હજાર પગાર, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ઉલ્લેખનીય છે કે, બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. કેમ કે નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM સર્વિસ રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. જેમાં Google Pay, PhonePe, Paytm અને બીજી UPI એપ્સ દ્વારા પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Branches Weekend Banks Holiday
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ