ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરબા રમતા દરમિયાન કેમ આવે છે હાર્ટ એટેક?, એક્સપર્ટે કર્યો મોટો ખુલાસો

હેલ્થ / ગરબા રમતા દરમિયાન કેમ આવે છે હાર્ટ એટેક?, એક્સપર્ટે કર્યો મોટો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 05:24 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરબા રમતી વખતે અમુક લોકો બેભાન થઇ જતા હોય છે. જેમાં અમુકને હાર્ટની સમસ્યા પણ પેદા થાય છે. ત્યારે આપણે જાણીશું કે, ગરબા દરમિયાન હાર્ટ એટેક આવવા પાછળના કારણો કયા કયા છે.

ADVERTISEMENT

નવરાત્રિ દરમિયાન ઠેર ઠેર ગરબાનું આયોજન થઇ રહ્યું છે. જ્યાં લોકો ગરબાના તાલે નાચતા જોવા મળે છે. DJ અને ઢોલના ધબકારા પર લોકો મોડી રાત સુધી ગરબા રમે છે. પરંતુ ગરબા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવવાના કેસ વધી ગયા છે.  વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય છે. દર વર્ષે અનેક લોકો નાચતા નાચતા બેભાન થઈ જાય છે અને ક્યારેક આ સ્થિતિ જીવલેણ સાબિત થાય છે. પરંતુ આવું કેમ થાય છે? તે એક્સપર્ટ પાસેથી જાણીએ.

  • કેમ આવે છે ગરબા દરમિયાન હાર્ટ એટેક?

એક્સપર્ટ અનુસાર, ગરબા એ કોઈ કેઝ્યુઅલ ડાન્સ નથી. સતત કલાકો સુધી ઝડપી ગતિવિધિ, ભીડ અને લાઉડ મ્યુઝીકથી શરીર પર પ્રેશર પડે છે.  આ ક્રિયા ઇન્ટેન્સ એક્સરસાઈઝ સમાન હોય છે. જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે છુપાયેલી હૃદયની સમસ્યા હોય તો તેમનુ હાર્ટ અચાનક ઓવરલોડ થઇ જાય છે.

ઘણા લોકો વર્ષ દરમિયાન કોઈ એક્સરસાઈઝ કરતા નથી પરંતુ નવરાત્રિ દરમિયાન અચાનક દરરોજ 2-3 કલાક નાચવાનું શરૂ કરે છે. આ અચાનક વધેલી ફિઝીકલ એક્ટિવીટી શરીરને ઝટકો આપવાનું કામ કરે છે. ફિટ લોકો પર તેની કોઈ અસર થતી નથી પરંતુ જેમનું વજન વધારે હોય, ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે આ સ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે.

  • આધુનિક લાઈફસ્ટાઈલની અસર  

એક્સપર્ટ અનુસાર, જંક ફૂડ, મોડી રાતની પાર્ટીઓ, તણાવ અને ઊંઘનો અભાવ જેવા પરિબળોને કારણે હૃદય ઉપર ભાર પડે છે. નવરાત્રિ દરમિયાન મોડી રાતના ગરબા, ઓઈલી ખોરાક, મીઠાઈઓ અને એનર્જી ડ્રિંક્સથી તેમાં વધારો થાય છે. આ બધા પરિબળો ભેગા મળી હૃદયને વધુ નબળુ પાડે છે.

  • યુવાનો કેમ હાર્ટ એટેકનો બની રહ્યા છે ભોગ ?
    પહેલા એવું હત્ય કે હાર્ટ એટેક માત્ર વૃદ્ધો ને જ આવતો હતો પરંતુ હવે યુવાઓને પણ આવી રહ્યો છે. જેમાં છુપાયેલી હાર્ટ ડીઝીઝમાં અચાનક આ બીમારીને ઉત્તેજિત કરી શકે છે. ગરબા ગાતી વખતે પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બને છે. પાણીનો અભાવ શરીરમાં બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને અવરોધે છે. તહેવાર દરમિયાન વધુ પડતી એક્સાઈટમેન્ટ અને એડ્રેનાલિન પણ હૃદય પર વધારાનું પ્રેશર લાવે છે.

વધુ વાંચો : હાર્ટને લઈ Gen-Z રહે સાવધાન, તેજીથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, જાણો લક્ષણો

  • ગરબા દરમિયાન હાર્ટ એટેકથી આ રીતે બચો

નૃત્ય કરતા પહેલા અને બાદમાં પુષ્કળ પાણી પીવો. દરરોજ કસરત કરો જેથી તમારું શરીર અચાનક થતી પ્રવૃત્તિનો સામનો કરી શકે. હાર્ટ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા વગર લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળવું જોઈએ. ગરબા દરમિયાન વિરામ લો અને પૂરતી ઊંઘ લો. તથા એનર્જી ડ્રિંક્સ, આલ્કોહોલ અને જંક ફૂડ લેવાનું ટાળો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Heart Day 2025 Heart Attacks During Garba World Heart Day

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ