ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટને લઈ Gen-Z રહે સાવધાન, તેજીથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, જાણો લક્ષણો

હેલ્થ / હાર્ટને લઈ Gen-Z રહે સાવધાન, તેજીથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, જાણો લક્ષણો

Published By: Nirav Kumar

Last Updated: 09:39 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. પહેલા આ બીમારી માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતી હતી. આજે જયારે વર્લ્ડ હાર્ટ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે યુવાનોમાં હાર્ટના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

આજે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ પર યુવાનોમાં હાર્ટના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. આ વર્ષના વર્લ્ડ હાર્ટ ડેની થીમ "ડોન્ટ મિસ ધ બીટ" છે. છેલ્લા 10 વર્ષોના ડેટા દર્શાવે છે કે યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. જે યુવાઓને હૃદય સંબંધિમાંત અન્ય બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે. આથી ડોકટરો Gen Zને તેમના હૃદયના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા વિનંતી કરી રહ્યા છે અને ચેતવી રહ્યા છે કે જો આ મુદ્દા પર સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો આપણે બધાને તેના પરિણામો ભોગવવા પડશે. ડોક્ટરોના મતે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં યુવાનોને વૃદ્ધ વ્યક્તિઓ કરતાં વધુ ગંભીર હાર્ટનું નુકસાન થયું છે.

એક્સપર્ટ અનુસાર,લગભગ 10 વર્ષ પહેલાં, ખૂબ ઓછા યુવાનોને હાર્ટ એટેક આવતો કે હૃદયની બીમારી થતી હતી, પરંતુ હવે તે સામાન્ય બની ગયું છે. દેશની અમુક મોટી હોસ્પિટલમાં યુવાનોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના આશરે 15-20 કેસ જોવા મળે છે જેમાં Gen Zનો પણ સમાવેશ થાય છે. તેમાં કેટલાક લોકોને ડાયાબિટીસ કે બીજી કોઈ બીમારીઓ પણ નથી હોતી.

  • હાર્ટ એટેકના લક્ષણો
    હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીમાં દુખાવો આ દુખાવો ખભા, હાથ, પીઠ, ગરદન, જડબા, દાંત અથવા ક્યારેક પેટના ઉપરના ભાગમાં પણ ફેલાઈ શકે છે. તો સ્ત્રીઓને હાર્ટ એટેકમાં ગરદન, હાથ અથવા પીઠમાં હળવો અથવા તીવ્ર દુખાવો જોવા મળે છે. ક્યારેક હાર્ટ એટેકના પ્રથમ લક્ષણમાં હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જવાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ઠંડો પરસેવો, થાક, છાતીમાં દુખાવો અચાનક ચક્કર, ઉબકા અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.

એક સ્ટડીમાં ડેટા સામે આવ્યો છે કે, Gen Z જેઓ સ્ક્રીન સામે દિવસમાં 7-8 કલાકથી વધુ સમય પસાર કરે છે તેમને ગંભીર હૃદય સમસ્યાઓનું જોખમ વધારે હોય છે. મોટાભાગના હાર્ટ એટેકના કેસોમાં સ્ક્રીન ટાઈમ એક મુખ્ય જોખમ પરિબળ બની રહ્યુ છે. આથી યુવા પેઢીએ સાવધાન રહેવું જોઈએ.

વધુ વાંચો : હાર્ટ એટેક પછી કેવી હોવી જોઈએ લાઈફસ્ટાઈલ, રિકવરી બાદ રાખો આ બાબતોનું ધ્યાન

  • હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
    હાર્ટ એટેકથી બચવા માટે સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે. જેમાં ઘરે બનાવેલ ભોજન લેવું, દરરોજ કસરત કરવી, સમયસર સૂવું અને ઊઠવું અને મનોરંજન માટે સ્ક્રીનનો સમય ઓછો કરવાનો સમાવેશ થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે શક્ય તેટલી વધુ ફિઝીકલ એક્ટીવીટી કરવી. તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Heart Day 2025 Gen Z World Heart Day

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ