ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ એટેક પછી કેવી હોવી જોઈએ લાઈફસ્ટાઈલ, રિકવરી બાદ રાખો આ બાબતોનું ધ્યાન

હેલ્થ / હાર્ટ એટેક પછી કેવી હોવી જોઈએ લાઈફસ્ટાઈલ, રિકવરી બાદ રાખો આ બાબતોનું ધ્યાન

Published By: Nirav Kumar

Last Updated: 08:12 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. જેમાં હાર્ટના રક્ષણ વિશે માહિતી આપવામાં આવે છે. આજે આ આર્ટીકલ જણાવીશું કે, હાર્ટ અટેક આવી ગયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ 90 દિવસમાં જીવન કેવું હોવું જોઈએ.

ADVERTISEMENT

વિશ્વભરમાં 29 સપ્ટેમ્બરના રોજ World Heart Day મનાવવામાં આવે છે. જેમાં હૃદય અને તેનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જાણકારી આપવામાં આવે છે. અત્યારના જમાનામાં લોકોની ખરાબ લાઇફ્સ્ટાઇલ અને અનહેલ્થી ખાવા પીવાની આદતોના કારણે હાર્ટ અટેકમાં વધારો થયો છે. અત્યારે તમામ ઉંમરના લોકોને હાર્ટ અટેક આવી રહ્યા છે, જ્યારે પહેલા માત્ર વૃદ્ધ લોકોને જ હાર્ટ અટેક આવતા હતા. એવામાં અમે તમને જણાવીશું કે, એકવાર હાર્ટ અટેક આવી ગયા બાદ લાઇફ્સ્ટાઇલ કેવી હોવી જોઈએ અને હાર્ટ અટેક આવ્યાના 90 દિવસમાં જીવન કેવું હોવું જોઈએ.

હાર્ટ એટેક આવ્યો હોય અને હોસ્પિટલમાંથી રજા મળી જાય તેનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ રીતે સાજા થઇ ગયા છો. ડિસ્ચાર્જ બાદ અસલી ચેલેન્જ શરુ થાય છે. જેમાં તમારે પહેલા 90 દિવસ માટે તમારી સંભાળ રાખવાની જરૂર હોય છે. આ સમયગાળો "ગોલ્ડન વિન્ડો ઓફ રિકવરી" તરીકે ઓળખાય છે, આ દરમિયાન શરીર અને હૃદયના સ્નાયુઓ સ્વસ્થ થાય છે. આ સમયગાળા દરમિયાન હાર્ટ અટેકનું જોખમ વધારે હોય છે. આ સમય દરમિયાન યોગ્ય કાળજી લેવાથી હાર્ટ અટેકનું જોખમ 23 થી 30 ટકા ઘટે છે.

  • આ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.

ડૉક્ટરનો કરો સંપર્ક  - રિકવરી દરમિયાન નિયમિત તપાસ માટે તમારે ડૉક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ. આ તપાસમાં બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલ અને હૃદયના ધબકારા ચેક થાય છે.

દવાઓનું ધ્યાન - રિકવરી દરમિયાન તમને બ્લડ થિનર્સ, બીટા-બ્લોકર્સ અને સ્ટેટિન્સ સહિતની કેટલીક દવાઓ આપી શકાય છે. જેને કાળજીપૂર્વક લેવી.

બ્લડ પ્રેશર અને સુગર લેવલ ચેકઅપ - તમે આ 90-દિવસના રિકવરી દરમિયાન ઘરે તમારા બ્લડ પ્રેશર અને સુગર લેવલનું ચેકઅપ કરી શકો છો જે તમારા ડૉક્ટરને તમારી સારવાર કરવામાં મદદ કરશે .

હળવી કસરત - રિકવરી દરમિયાન અને તે બાદ પણ દરરોજ 10 થી 15 મિનિટ ચાલવાનું શરૂ કરો.

લાઇફ્સ્ટાઇલમાં ફેરફાર - હાર્ટ અટેક આવ્યા બાદ સૌથી મહત્વની બાબત એ છે કે લાઇફ્સ્ટાઇલમાં ફેરફાર કરવો. ચરબીયુક્ત અને પ્રોસેસ્ડ ફૂડ લેવાનું ઘટાડો.  ફળો, શાકભાજી, ઓટ્સ, માછલી અને બદામને ફૂડમાં સામેલ કરો.

વધુ વાંચો : આંખોમાં આ સંકેત દેખાય તો સમયસર ધ્યાન આપજો, નહીંતર દ્રષ્ટિ ગુમાવી દેશો

  • શું કહે છે એક્સપર્ટ ?
    એક્સપર્ટ અનુસાર "ગોલ્ડન વિન્ડો ઓફ રિકવરી" દરમિયાન આપણે અનેક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. બીજા હાર્ટ અટેકનું જોખમ ઘટાડવા માટે લાઇફ્સ્ટાઇલમાં ફેરફારની સાથે આપણે દવાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart day 2025 world heart day 2025 World Heart Day

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ