ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આંખોમાં આ સંકેત દેખાય તો સમયસર ધ્યાન આપજો, નહીંતર દ્રષ્ટિ ગુમાવી દેશો

જાણી લેજો / આંખોમાં આ સંકેત દેખાય તો સમયસર ધ્યાન આપજો, નહીંતર દ્રષ્ટિ ગુમાવી દેશો

Published By: Nirav Kumar

Last Updated: 12:51 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બ્લડમાં જલ્દી તેના લક્ષણો દેખાતા નથી. પરંતુ આંખ એક એવું અંગ છે જેમાં તેના લક્ષણો સૌ પહેલા દેખાવાનું શરુ થઈ જાય છે. આજે જાણીશું કે, આંખની કઈ કઈ સમસ્યા હાઈ બ્લડ પ્રેશરના કારણે પેદા થાય છે.

ADVERTISEMENT

હાઈ બ્લડ પ્રેશર "સાયલન્ટ કિલર" તરીકે કામ કરે છે. કેમ કે, તેના શરૂઆતમાં લક્ષણો સાફ રીતે નથી દેખાતા. પરંતુ આપણી આંખો સૌ પહેલા હાઈ બ્લડ પ્રેશરના સંકેત બતાવી દે છે. રેટિનામાં થતા ફેરફારો માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં પરંતુ એ પણ જણાવે છે કે, સમસ્યાની ગંભીરતા કેટલી છે અને તેને બીજા અંગોને કેટલું નુકશાન કર્યું છે.

  • આંખો ખુબ સંવેદનશીલ
    આંખ શરીરમાં એકમાત્ર એવું અંગ છે જ્યાં આપણે સર્જરી વગર પણ રક્તવાહિનીઓ જોઈ શકીએ છીએ. રેટિનામાં રક્તવાહિનીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે જે બ્લડ પ્રેશરમાં નાના વધઘટને પણ તેના પર સીધી અસર પહોંચાડે  છે. જ્યારે બ્લડ પ્રેશર હાઈ હોય ત્યારે તેની વાહિનીઓ સખ્ત અને સાંકડી થાય છે. જો લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર રહે તો તે  રેટિનાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આ સ્થિતિને મેડીકલ ભાષામાં  હાયપરટેન્સિવ રેટિનોપેથી કહેવામાં આવે છે.

મેલીગ્રેન્ટ હાયપરટેન્શન - આ સ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે બ્લડ પ્રેશર ખૂબ વધારે વધે છે. તે રેટિનામાં ગંભીર સોજો, ઓપ્ટિક નર્વ પર સોજો અને કોટન વુલ સ્પોટ દેખાવા લાગે છે.

સોજો અને ફ્લુઈડ લિકેજ - હાઈ બ્લડ પ્રેશર રેટિનાની નાજુક રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે જેના કારણે તેમાંથી પ્રવાહી અને લોહી નીકળે છે. તે સ્થિતિ રેટિનામાં સોજો લાવે છે.

સિલ્વર વાયરિંગ - સમય જતાં આ સખ્ત થયેલી આર્ટરીઝનું લેયર ચમકદાર ચાંદી જેવી દેખાવા લાગે છે જેને સિલ્વર વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે.

આર્ટરીયોવેનસ નીકિંગ -  સખ્ત અને જાડી આર્ટરીઝ જ્યાં જ્યાં વેન્સ ક્રોસ થાય છે ત્યાં તેના પર દબાણ વધે છે.  જેમાં નસોમાં રક્ત પ્રવાહને અવરોધાય છે. આ સ્થિતિને AV નિકિંગ કહેવાય છે. જ્યારે બ્લડ પ્રેશર વધે છે કે લાંબા સમય સુધી ચાલુ રહે છે ત્યારે તે દ્રષ્ટિ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

રેટિનલ વેન ઓક્લુઝન - જ્યારે મોટી આર્ટરીઝ નસો પર દબાણ લાવે છે ત્યારે રક્ત પ્રવાહ સંપૂર્ણ રીતે અવરોધાય છે. જ્યારે રેટિનાની નસમાં બાધા આવે ત્યારે એ બ્રાંચ રેટિનલ વેન ઓક્લુઝન (BRVO) કહેવામાં આવે છે. તેનાથી અસરગ્રસ્ત વિસ્તારમાં હેમરેજ અને સોજો આવે છે જે અચાનક ઝાંખી દ્રષ્ટિ કે દ્રષ્ટિ ગુમાવવાનું કારણ પણ બની શકે છે.

વધુ વાંચો : ડાયાબિટીસ પણ છીનવી શકે છે આંખોની રોશની, એક્સપર્ટ પાસેથી જાણો બચાવની યોગ્ય રીતો

રેટિનલ આર્ટરી ઓક્લુઝન  - અમુકવાર રેટિનામાં મુખ્ય આર્ટરી બ્લોક થઈ જાય છે જેને સેન્ટ્રલ રેટિના આર્ટરી ઓક્લુઝન  (CRAO) કહેવામાં આવે છે. આ એક મેડીકલ ઈમરજન્સી હોય છે જે અચાનક અને લગભગ સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાનું કારણ પણ બની શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retina High Blood Pressure Symptoms

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ