ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસ પણ છીનવી શકે છે આંખોની રોશની, એક્સપર્ટ પાસેથી જાણો બચાવની યોગ્ય રીતો

હેલ્થ / ડાયાબિટીસ પણ છીનવી શકે છે આંખોની રોશની, એક્સપર્ટ પાસેથી જાણો બચાવની યોગ્ય રીતો

Published By: Nirav Kumar

Last Updated: 02:40 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, ડાયાબિટીસમાં આપણી આંખોની રેટિના પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેમાં તમે દ્રષ્ટિ પણ ગુમાવી શકો છો.

ADVERTISEMENT

ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ક્યારેય મટતી નથી અને ધીરે ધીરે આખા શરીરને ખોખલું કરી દે છે. તે આંખો સહિત લગભગ દરેક અંગને અસર કરે છે. જેમાં આંખો પણ ડાયાબિટીસની ખરાબ અસરોનો ભોગ બની શકે છે.

બ્લડ સુગરમાં વધારો થવાથી આંખોના રેટિનાને પણ નુકસાન થાય છે. આ સ્થિતિને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય છે. જો તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો તે દ્રષ્ટિ પણ છીનવાઈ શકે છે. ચાલો આ અંગે એક્સપર્ટનું શું કહેવું છે તે જાણીએ.

  • ડાયાબિટીસ કેવી રીતે રેટિનાને નુકસાન પહોંચાડી શકે?

રેટિના એ આંખના પાછળના ભાગમાં સ્થિત એક પાતળું, લાઇટ સેન્સેટિવ લેયર હોય છે, જે કેમેરાની ફિલ્મની માફક કામ કરે છે. તે પ્રકાશને સિગ્નલમાં રૂપાંતરિત કરીને મગજમાં ટ્રાન્સમિટ કરે છે, જેનાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. ડાયાબિટીસમાં સમય જતાં બ્લડ સુગરનું લેવલ વધવાથી શરીરની નાની રક્ત વાહિનીઓને, ખાસ કરીને રેટિનામાં રહેલી રક્ત વાહિનીઓને નુકશાન થવાનું શરૂ થઈ જાય છે.

  • નોન-પ્રોલિફેરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી
    આ નુકશાનના બે મુખ્ય સ્ટેજ હોય છે. જેમાં નોન-પ્રોલિફેરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી તેનું પ્રારંભિક સ્ટેજ હોય છે. જેમાં રક્તવાહિનીઓ નબળી પડીને લીક થવા લાગે છે. તેમાંથી લોહી કે પ્રવાહી લીક થાય છે જેના કારણે રેટિનામાં સોજો આવે છે. આ સોજો ઝાંખી દ્રષ્ટિનું કારણ બને છે. તેને ડાયાબિટીક મેક્યુલર એડીમા કહેવાય છે, જે વિઝન લોસનુ એક સામાન્ય કારણ હોય છે.
  • પ્રોલિફેરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી

બીજું સ્ટેજ હોય છે પ્રોલિફેરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી. તેમાં જ્યારે રક્તવાહિનીઓ ભરાઈ જાય છે અને રેટિનામાં ઓક્સિજન ઘટે છે ત્યારે શરીરમાં અસામાન્ય, નવી રક્તવાહિનીઓ બનવાનું શરૂ થાય છે. આ નવી વાહિનીઓ ખૂબ જ નાજુક હોય છે અને સરળતાથી ફાટીને રેટિનામાં હેમરેજનુ કારણ બને છે. આ બ્લિડિંગ દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બને છે. સાથે આ વાહિનીઓમાં સ્કાર ટિસ્યુ પણ બનવા લાગે છે, જે રેટિનાને ખેંચીને તેના અલગ થવાનું કારણ બને છે.

  • શું છે ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો ?

ફર્સ્ટ સ્ટેજમાં ઘણીવાર કોઈ લક્ષણો દેખાતા નથી. આથી જ તેને "સાયલન્ટ થીફ" કહેવામાં આવે છે. જેમ જેમ સ્થિતિ બગડે છે તેમ તેમ ઝાંખી દ્રષ્ટિ, દ્રષ્ટિના ક્ષેત્રમાં કાળા ધબ્બા કે તરતા દોરા દેખાવા, રાત્રે જોવામાં મુશ્કેલી આવવી, રંગોને અલગ પાડવામાં મુશ્કેલી આવવી, દ્રષ્ટિમાં અચાનક ઉતાર ચઢાવ આવવો, અંધારું અથવા દ્રષ્ટિ ગુમાવવી જેવી સમસ્યા થઈ શકે છે.

વધુ વાંચો :હાઇ કોલેસ્ટ્રોલ છે, તો ભૂલથી પણ કૉફી ન પીતા, હાર્ટને થઇ શકે છે આડઅસર!

  • બચાવ અને સારવાર પદ્ધતિઓ
  1. નિયમિત આંખની તપાસ - ડાયાબિટીસના દરેક દર્દીએ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આંખની સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ, ભલે તેમને કોઈ લક્ષણો ન દેખાતા હોય. આ તપાસ દરમિયાન ડોકટરો રેટિનાની તપાસ કરી શકે છે અને શરૂઆતના નુકસાનને શોધી શકે છે.
  2. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ - હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ રેટિનોપેથીનું જોખમ વધારે છે. આથી તેને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે.
  3. બ્લડ સુગર કંટ્રોલ - બ્લડ સુગરને કંટ્રોલ કરવું એ રેટિનોપેથીનુ જોખમ ઘટાડવા માટે ની સૌથી અસરકારક રીત છે.
  4. હેલ્થી લાઇફસ્ટાઇલ - પૌષ્ટિક આહાર લેવો, પૂરતી ઊંઘ, નિયમિત કસરત કરવી અને ધૂમ્રપાન છોડવું આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diabetic Patients Diabetes Symptoms Retina

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ