બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જુનો સ્માર્ટફોન બેકાર પડ્યો છે, ફક્ત 10 મિનિટમાં બનાવી લો CCTV કેમેરા, ઘરની સુરક્ષા થશે મફતમાં

ટેક / જુનો સ્માર્ટફોન બેકાર પડ્યો છે, ફક્ત 10 મિનિટમાં બનાવી લો CCTV કેમેરા, ઘરની સુરક્ષા થશે મફતમાં

Nirav Kumar

Last Updated: 11:30 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, તમારો જૂનો ફોન તમારા CCTV અને સિક્યોરિટી કેમેરાનું કામ કરી શકે છે. આજે જૂના સ્માર્ટફોનને CCTV કેમેરામાં ફેરવવાની પ્રોસેસ વિષે જાણીશું.

નવો ફોન ખરીદ્યા બાદ જૂના ફોન ઘણીવાર ડ્રોઅરમાં પડી રહે છે કે ધીમે ધીમે બગડી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ જૂનો ફોન તમારા ઘર, દુકાન કે ઓફિસનું રક્ષણ કરી શકે છે? જેમાં કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી. માત્ર અમુક સરળ સેટિંગ્સ અને એક એપથી તમારો જૂનો ફોન લાઈવ સર્વેલન્સ કેમેરા બની શકે છે. ચાલો જૂના સ્માર્ટફોનને સિક્યોરિટી કેમેરામાં ફેરવવાની સંપૂર્ણ પ્રોસેસ વિષે જાણીએ.

તમારા જૂના ફોનને સિક્યોરિટી કેમેરામાં ફેરવતા પહેલા તેને પહેલા સાફ કરો. બિનજરૂરી એપ્સ દૂર કરો કે ફેક્ટરી રીસેટ કરો. બાદમાં આ ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરો અને ચેક કરો કે તેનો કેમેરા અને માઇક્રોફોન યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. બાદમાં તમારા જૂના સ્માર્ટફોનને કેમેરામાં ફેરવવા માટે તમારે સિક્યોરિટી કેમેરા એપની જરૂર પડશે. જેમાં અનેકએપ્સ ઉપલબ્ધ છે, જેમ કે Alfred Camera, AtHome Camera, Manything, અને DroidCam. તેમાંની ઘણી એપ્સ મફતમાં બેઝીક સુવિધાઓ આપે છે. આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારા જૂના ફોનને કેમેરા ડિવાઇસ તરીકે અને તમારા વર્તમાન ફોનને વ્યૂઅર ડિવાઇસ તરીકે સેટ કરવું.

  • બંને ફોનને એક જ એકાઉન્ટમાં કરો કનેક્ટ

સિક્યુરીટી કેમેરા એપ ઇન્સ્ટોલ કર્યા બાદ બંને ફોન પર એક જ એકાઉન્ટમાં લોગ ઇન કરો. જૂનો ફોન કેમેરા તરીકે કાર્ય કરશે અને નવા ફોનનો ઉપયોગ લાઇવ વીડિયો જોવા માટે થશે. એકવાર આ પ્રોસેસ પૂરી થઈ જાય બાદમાં તમે વિશ્વમાં ગમે ત્યાંથી કેમેરાનો લાઇવ ફીડ જોઈ શકો છો.

vtv hiring
  • કેમેરાનું લોકેશન પસંદ કરવું જરૂરી

માત્ર તમારા ફોનને કેમેરામાં ફેરવવું પૂરતું નથી. તેને યોગ્ય રીતે મૂકવું પણ જરૂરી છે. ફોનને એવી જગ્યાએ મૂકો જે સરળતાથી દેખાય. જેમ કે મુખ્ય દરવાજો, ડ્રોઇંગ રૂમ, પાર્કિંગ લોટ અથવા બાલ્કની સારા ઓપ્શન છે. આ ફોનને વધુ ઊંચાઈ પર મૂકીને મોટા વિસ્તારને આવરી શકાય છે.

  • સતત પાવરની જરૂરિયાત

સર્વેલન્સ કેમેરા તરીકે ઉપયોગમાં લેવાતો ફોન લાંબા સમય સુધી ચાલુ રહેશે. આથી તેને ચાર્જર સાથે કનેક્ટ રાખવો બેસ્ટ છે. સતત રેકોર્ડિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ બેટરીને ઝડપથી ડ્રેઇન કરી શકે છે જેનાથી સ્થિર પાવર સપ્લાય જરૂરી બને છે.

  • Motion Detection ફીચરનો કરો ઉપયોગ

મોટાભાગની સર્વેલન્સ કેમેરા એપ્લિકેશનો Motion Detection ફીચર આપે છે. જ્યારે આ સુવિધા ચાલુ હોય છે ત્યારે કેમેરા માત્ર ત્યારે જ રેકોર્ડિંગ શરૂ કરે છે જ્યારે તેની સામે કોઈ હિલચાલ હોય. આ સ્ટોરેજ બચાવે છે અને મહત્વની ઘટનાઓ રેકોર્ડ કરવાનું સરળ બનાવે છે.

  • માઇક્રોફોનનો પણ કરો ઉપયોગ

જૂનો સ્માર્ટફોન માત્ર વીડિયો રેકોર્ડ જ નહીં કરે પરંતુ એમ્બિયન્ટ સાઉન્ડ પણ રેકોર્ડ કરી શકે છે. જેમાં અમુક એપ્લિકેશનો ટૂ વે ઑડિઓ ફીચર પણ આપે છે, જે તમને બીજા વ્યક્તિ સાથે વાત કરવાની મંજૂરી આપે છે. આ ફીચર બાળકો પર નજર રાખવા કે ઘરના કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે ઉપયોગી થઈ શકે છે.

વધુ વાંચો : દીવાલો પર આ ચીજ ચીપકાવી દેજો, AC વગર પણ મળશે ઠંડક

  • સ્ટોરેજ અને ઇન્ટરનેટ ઍક્સેસ

જો તમે સતત રેકોર્ડ કરવા માંગતા હોવ તો તમારા ફોનમાં પૂરતો સ્ટોરેજ હોવો જરૂરી છે. જેમાં અમુક એપ્લિકેશનો ક્લાઉડ સ્ટોરેજ પણ આપે છે, જે ઑનલાઇન રેકોર્ડિંગ બચાવે છે. જેમાં કોઈ ઇન્ટ્રપ્શન વગરલાઇવ વીડિયો જોવા માટે સ્થિર ઇન્ટરનેટ કનેક્શન પણ જરૂરી હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone CCTV Camera Security Camera
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ