ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે ગ્રાહકોની સુવિધા માટે યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ એમઆધાર એપ (mAadhaar App)નું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. તેની જાણકારી UIDAIએ ટ્વિટ કરીને આપી છે. આ એપને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાય છે અને આધાર કાર્ડ સાથે જોડાયેલી 35 સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.
To experience the new and updated features and services in the #mAadhaar app, uninstall any previously installed versions. Download the latest version from: https://t.co/62MEOeR7Ff (Android) https://t.co/GkwPFzuxPQ (iOS) pic.twitter.com/U3vOVovDUR
— Aadhaar (@UIDAI) June 8, 2021
ADVERTISEMENT
જાણો UIDAIએ શું કહ્યું
ADVERTISEMENT
UIDAI એ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે હવે નવી અને અપડેટ કરવામાં આવેલી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા માટે mAadhaar એપનું નવું વર્ઝન ડાઉનલોડ કરો. બીજી તરફ UIDAIનું કહેવું છે કે તમે પહેલાંથી ઇન્સ્ટોલ કરવામાં આવેલા કોઈ પણ વર્ઝનને અનઇન્સ્ટોલ કરી દો. UIDAIના જણાવ્યા મુજબ, નવા વર્ઝન પર આધાર કાર્ડ ધારક 35થી વધુ સેવાઓનો ફાયદો ઉઠાવી શકે છે.
મળશે આ સુવિધાઓ
ADVERTISEMENT
અપડેટ વર્ઝન એપમાં આધારને ડાઉનલોડ કરવું, ઓફલાઇન ઇ-કેવાયસી ડાઉનલોડ, ક્યૂઆર કોડ દર્શાવવો કે સ્કેન કરવો, રિ-પ્રિન્ટ માટે ઓર્ડર આપવો, એડ્રેસ અપડેટ, આધારનું વેરિફિકેશન, મેઇલ અને ઇમેલનું વેરિફિકેશન, યૂઆઇડી કે ઇઆઇડી પ્રાપ્ત કરવું અને એડ્રેસ વેલિડેશન લેટર માટે રિક્વેસ્ટ મોકલવી જેવી સર્વિસિસ સામેલ છે.
Android-iOS બંને યુઝર્સ કરી શકશે ડાઉનલોડ
ADVERTISEMENT
આ સેવાનો લાભ લેવા માટે તમારા ફોન પર mAadhaar Appને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમે આ સર્વિસિસનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે Android અને iOS બંનેમાં આ મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ