ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / two Gujarati women complete the New York marathon
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતી અને ન્યૂયોર્ક તેમજ શિકાગો મેરેથોન પૂર્ણ કરનારી સચી પટેલે આગામી સમયમાં 4 વર્લ્ડ મરેથોન (WMM) બર્લિન, બોસ્ટોન, લંડન અને ટોક્યોમાં મેરેથોન પણ પૂર્ણ કરવાનું સપનું સેવ્યું છે.
લેધર બેગ્સ અને વેડિંગ કાર્ડસ સેલિંગનો બિઝનેસ ધરાવે છે સચી પટેલ
ADVERTISEMENT
લેધર બેગ્સ અને વેડિંગ કાર્ડસ સેલિંગનો બિઝનેસ ધરાવતા સચિ પટેલે શિકાગોમાં ઓક્ટોબર 2018 માં યોજાયેલી મેરાથોનમાં 5:35:13 સમયગાળામાં તથા ન્યૂયોર્કમાં 6:20:15 કલાકમાં ફિનિશ લાઇન ક્રોસ કરી હતી.
મેરેથોનની ટ્રેનિંગ તથા ડાયટ પ્લાન વિશે સચિ પટેલનો ખુલાસો
ADVERTISEMENT
સચિ ડાયટમાં કાર્બો હાઇડ્રેડ, પ્રોટીનનો ખોરાક વધારો માત્રામાં લે છે. સચિએ નમ્રતા શેઠના માર્ગદર્શનમાં અઠવાડિયામાં 3 દિવસ જિમમાં ટ્રેનિંગ અને અઠવાડિયામાં ચાર દિવસ 70 કિલોમીટર દોડવાનું શરૂ કર્યું હતું. તેણીએ 2017 માં મુંબઇ ખાતે યોજાયેલ હાફ-મેરેથોનમાં ભાગ લીધો હતો.

ADVERTISEMENT
ડેલનાઝે 2018માં હાફ મેરાથોનમાં લીધો હતો ભાગ
બોડકદેવના રહેવાસી ડેલનાઝ પહેલેથી સ્પોર્ટ્સ, રનિંગ તથા જોગિંગ સાથે જોડાયેલા છે. તેણીએ પાંચ વર્ષ પહેલા મેરેથોનની ટ્રેનિંગ શરૂ કરી હતી અને 2018 માં હાફ મેરાથોનમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
89 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લેવાનું છે સ્વપ્ન
ડેલનાઝે ન્યૂ યોર્ક સિટી મેરાથોન 5:29:30 કલાકના સમયગાળામાં પૂર્ણ કરી હતી. WMM સિવાય જોહ્નસબર્ગમાં યોજાનારી 89 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન Comrades marathon માં પણ ભાગ લેવાનું સપનું ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT