બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / એવું શું થયું કે, રાજકોટમાં બે મહિલા ઇન્ફ્લુએન્સરો ફિનાઇલ ગટગટાવી ગઇ, કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ
Last Updated: 10:30 AM, 16 December 2025
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં રહેતા અને સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સરો દ્વારા સજોડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બંનેએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અન્ય ત્રણ યુવતીઓના ત્રાસથી કંટાશી આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT

કોની પર કર્યા આક્ષેપ
ADVERTISEMENT
ફિનાઈલ પીતી વખતે ઈન્ફ્લુએન્સર દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. વીડિયોમાં ઈન્ફ્લુએન્સરે આક્ષેપ કર્યો હતો કે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માધાપર ચોકડી પાસે રહેતી સોનલ ઉર્ફે દીદું, રિદ્ધિ શુક્લા અને અંકિતા પટેલ (સુરત) કેટલાક દિવસથી તેમના વિરૂદ્ધ વીડિયો બનાવીને બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં બેફામ ટેમ્પોચાલકે 5 લોકોને હવામાં ફંગોળ્યા, તો ઈડરમાં રીક્ષા અને ઈકો ટકરાતા 3ના મોત
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલતા લાગી આવ્યું
આપઘાત કરનાર ઈન્ફ્લુએન્સરના પતિએ જણાવ્યું હતું કે, તા. 9 ના રોજ મારી પત્નિ સહિત તેની બહેનપણીઓ મુંબઈ ગયા હતા અને ત્રણ દિવસ બાદ પરત આવ્યા હતા. જે બાદ મારી પત્નિ અને તેની મિત્રએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો અને કહ્યું કે મુંબઈના લોકો એની મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે. જેને લઈ સોનલ અને તેના ગ્રુપની અન્ય યુવતીઓએ કહેલ કે તમે પાકિસ્તાની છો તેમ કહી અપશબ્દો બોલતી હતી. સોનલ ઉર્ફે દીદું, રિદ્ધિ શુક્લા અને અંકિતા પટેલ (સુરત) ના ત્રાસથી કંટાળી મહિલાએ આ પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.