બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બેફામ ટેમ્પોચાલકે 5 લોકોને હવામાં ફંગોળ્યા, તો ઈડરમાં રીક્ષા અને ઈકો ટકરાતા 3ના મોત
Last Updated: 09:42 AM, 16 December 2025
સુરતમાં સિગણપોર વિસ્તારમાં ફોર વ્હીલ ટેમ્પો ચાલકની ભારે રફતારને લઈ ફ્રૂટની લારી લઈ જતી વૃદ્ધા અને તેના પૌત્રને ઉડાવ્યા હતા. જ્યારે અન્ય મોપેડ ચાલક મહિલાને પણ અડફેટે લીધી હતી. તમામ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ટેમ્પો ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગના કારણે અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ટેમ્પોએ એકબાદ એક પાંચ લોકોને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
નેશનલ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત
સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈડર-ભિલોડા 168-G નેશનલ હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈડરના રેવાસ નજીક રીક્ષા અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત અને 1 નું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ADVERTISEMENT

ઈડર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંથરગતિએ ચાલતા કામને પગલે વાહન ચાલકો સહિત રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઈડર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ DEO ને સોંપાયો સેવન્થ ડે સ્કૂલનો વહિવટ, નવા એડમિશન પર રોક
ભરૂચની ઝઘડિયા GIDC માં આઇશર ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો
ADVERTISEMENT
ભરૂચની ઝઘડિયા GIDC માં આઇશર ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો હતો. ટેમ્પો પલટી જતા 30 ઉપરાંત જેટલા કામદારોને ઇજા થવા પામી હતી. આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના કામદારોને પરત લાવવામાં આવતા હતા. બ્લેક રોઝ કંપની નજીક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો. કામદારોને અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 3 કામદારોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.