બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ DEO ને સોંપાયો સેવન્થ ડે સ્કૂલનો વહિવટ, નવા એડમિશન પર રોક
Last Updated: 08:38 AM, 16 December 2025
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ અંતે સરકારે લઈ લીધો છે. હવે અમદાવાદ શહેર ડીઈઓ સ્કૂલના વહીવટદાર રહેશે. તપાસ રિપોર્ટમાં અનેક ગેરરિતીઓ સામે આવતા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેવન્થ ડેસ્કૂલની કામગીરી હવે સીધી રાજ્ય સરકારની નજર સમક્ષ થશે.
ADVERTISEMENT
અમદાવાદ DEO ની વહીવટદાર તરીકે નિયુક્તિ કરી
તેમજ સેવન્થ ડે સ્કૂલના વહીવટદાર તરીકે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. એએમસી અને સ્કૂલ બોર્ડની તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવવા પામી હતી. સેવન્થ ડે સ્કૂલમાં હાલ કોઈ નવું એડમિશન નહી થાય. સ્કૂલમાં નવા એડમિશન પ્રોસસમાં પણ સરકારે બ્રેક મારી છે. આગામી દિવસોમાં નવા ટ્રસ્ટને સ્કૂલ મેનેજમેન્ટ સોંપાઈ શકે છે.
ADVERTISEMENT
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલના વધુ એક કારનામાનો ખુલાસો થવા પામ્યો છે. 2023 માં સ્કાઉટ તાલીમ માટે આવેલા વિદ્યાર્થીને મિશનરી કામોમાં લગાવાયાનો ઘટસ્ફોટ થયો છે. સેવન્થ ડે સ્કૂલ ધર્માંતરણના કાર્યોમાં આગળ હોવાની વાતનો દાવો થયો છે.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં ધર્માંતરણનો ખુલાસો થયો
એસજીવીપી ના વિદ્યાર્થીનું બ્રેઈનવોશ કરી આદિવાસી વિસ્તારમાં મોકલી દેવાયો હતો. પોલીસે 9 મહિના શોધખોળ કરતા વિદ્યાર્થી મિશનરી કાર્યો કરતો મળ્યો હતો. તાલિમ માટે આવેલા વિદ્યાર્થીનું બ્રેઈનવોસ કરીતેને ધર્માંતરણના કાર્યોમાં લગાવ્યો હતો. જે તે સમયે સ્કૂલ મેનેજમેન્ટે મામલો દબાવી દીધો હતો. નયન સંતાણી હત્યા કેસની તપાસ બાદ સ્કૂલના બદ ઈરાદા પરથી પડદો ઉંચક્યો છે. પોલીસ તપાસમાં ધર્માંતરણના કાર્યોનો ઘટસ્ફોટ થયો છે.
ADVERTISEMENT
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓમાં પોતાના બાળકોના શિક્ષણને લઈને ચિંતામાં મૂકાઈ ગયા છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. પ્રાથમિક અહેવાલમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતા સ્કૂલ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.

ADVERTISEMENT
અત્યારે વાલીઓમાં અને જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં સ્કૂલ રાબેતા મુજબ શરૂ કરવી યોગ્ય નથી. ત્યારે હાલમાં ફક્ત ઓનલાઈન ક્લાસ જ શરૂ કરવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, શિક્ષણ વિભાગમાંથી ક્લિયરન્સ નહીં આવે ત્યાં સુધી સ્કુલમાં ઓફલાઇન શિક્ષણ કાર્યરત નહીં થાય. અત્યારે અત્યારે ટીમની સ્કૂલમાં ફાળવણી કરવામાં આવી છે. DEO દ્વારા ચાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે શાળામાં સંચાલન દરમિયાન શાળામાં હાજર રહીને શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર નજર રાખશે.

ADVERTISEMENT
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટનાને પગલે શિક્ષણ વિભાગ તરત જ હરકતમાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે વચગાળાના આયોજનની શરૂઆત કરી દીધી છે. ઘણા વાલીઓ પોતાના બાળકોના એડમિશન પાછા ખેંચી લેવાની માંગ કરી રહ્યા છે. જેના લીધે આસપાસની શાળામાં પ્રોવિઝનલ એડમિશનની કામગીરી શરૂ કરવામાં આવી.

ઘણા વાલીઓએ તેમના બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાવવા માટે રજૂઆત કરી છે. આને ધ્યાનમાં રાખી, શિક્ષણ વિભાગે અન્ય શાળાઓને સૂચના આપી છે કે સેવન્થ ડે સ્કૂલમાંથી આવતા વિદ્યાર્થીઓને સહકાર આપે અને LC (Leaving Certificate) ન હોવા છતાં પ્રવેશ આપે. વાલીઓને સરળતા રહે અને પ્રવેશની પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય એ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ વાલીઓ જરૂરી માર્ગદર્શન મેળવી શકે.
આ પણ વાંચોઃ 2500થી વધારે ડિગ્રી લેવા વિદ્યાર્થીઓ આવ્યા જ નથી, તો હવે શું વ્યવસ્થા કરશે MS યુનિ.?
જો અન્ય સ્કુલમાં જવું હોય તો સ્કૂલમાંથી ફી પરત આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં જવું છે તો દિવાળી સુધી ફી નહીં આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે કુલ 25 જેટલા વાલીઓ એડમિશન પરત ખેંચવાની ઇન્ક્વાયરી માટે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.