બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / two adenovirus deaths over the last one week in kolkata

સ્વાસ્થ્ય / શું છે આ એડેનોવાયરસ સંક્રમણ? જેનાથી કોલકાતામાં 2 બાળકોના મોત નિપજ્યાં, જાણો લક્ષણ અને ઉપાય

Arohi

Last Updated: 04:23 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adenovirus: કલકત્તામાં એડેનોવાયરસ સંક્રમણથી બે બાળકોના મોત નિપજ્યા છે. રિપોર્ટ્સ અનુસાર પાછલા એક અઠવાડિયામાં અહીં એડેનોવાયરસ સંક્રમણના કેસ જોવા મળ્યા છે.

કલકત્તામાં આજકાલ એક ગંભીર સંક્રામક રોગની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાછલા એક અઠવાડિયામાં આ એડેનોવાયરસ સંક્રમણના કારણે બે મોત થઈ છે. એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે જણાવ્યું કે એક બાળકની સંક્રમણના કારણે શુક્રવારે રાત્રે મોત થઈ ગયું જ્યારે એક અઠવાડિયા પહેલા અન્ય એક બાળકનું સંક્રમણથી મોત થયું હતું.

 

અધિકારીએ જણાવ્યું કે જે બાળકનું હાલ મોત થયું છે તેને અન્ય બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યું હતું. પરંતુ સારવાર વખતે તે એડેનોવાયરસથી સંક્રમિત થઈ ગયો. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે હાલ કલકત્તાના પાર્ક સર્કસ હોસ્પિટલમાં કોઈ અન્ય બાળકનું એડેનોવાયરસ સંક્રમણ માટે સારવાર નથી ચાલી રહી. 

કલકત્તામાં રિપોર્ટ કરવામાં આવી રહેલા આ સંક્રામક રોગને લઈને સ્વાસ્થ્ય વિષ્ણાંતોએ બધા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. આવો જાણીએ આખરે એડેનોવાયરસ શું છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય? 

એડેનોવાયરસ અને તેના કારણે થતી સમસ્યા
એડેનોવાયરસ એક સામાન્ય વાયરસ છે જે શરદી કે ફ્લૂ જેવી સમસ્યાના કારણે થાય છે. સંશોધકોએ લગભગ 50 પ્રકારના એડેનોવાયરસની ઓળખ કરી છે જે મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. એડેનોવાયરસ સંક્રમણ આખા વર્ષમાં ગમેત્યારે થઈ શકે છે. પરંતુ શિયાળામાં અને વસંતની શરૂઆતમાં તેના કેસ વધારે જોવા મળે છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે એડેનોવાયરસ આમ તો બધી ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે. પરંતુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તેના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. શિશુ અને બાળકો મોંઢામાં કોઈ પણ વસ્તુ નાખે છે અને તેમનામાં સ્વચ્છતાની સમસ્યા પણ વધારે હોય છે. જેના કારણે સંક્રામક રોગ થવાનું જોખમ વધી જાય છે. 

એડેનોવાયરસ સંક્રમણના લક્ષણ 
સંશોધક જણાવે છે કે એડેનોવાયરસ સંક્રમણના લક્ષણ એ વાત પર નિર્ભર કરે છે કે વાયરસ તમારા શરીરના કેયા ભાગને સંક્રમિત કરે છે. મોટાભાગના કેસમાં વાયરસ સૌથી વધારે શ્વસન તંત્રને સંક્રમિત કરે છે. તેના કારણે સામાન્ય શરદી કે ફ્લૂ જેવા લક્ષણ થઈ શકે છે. સંક્રમિતોમાં ખાંસી તાવ, નાક વહેવી, ગળામાં ખંજવાડ, કંજેક્ટિવાઈટિસ, કાનમાં સંક્રમણ અને ન્યૂમોનિયા થઈ શકે છે. 

એડેનોવાયરસ તમારા ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈલ ટ્રેકને પણ પ્રભાવિત કરી શકે છે જેના કારણે પેટમાં દુખાવો, દસ્ત, ઉલ્ટી થઈ શકે છે. અમુક સ્થિતિઓમાં એડેનોવાયરસ તમારા મૂત્રાશયની તંત્રિકાને પણ પ્રભાવિત કરી શકે છે. 

એડેનોવાયરસથી કેવી રીતે બચશો? 
બાળકો મોટાભાગે થોડા જ દિવસોમાં બીમારીથી પોતાની જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ સંક્રમણના અમુક લક્ષણ જેવા કે આંખોનું સંક્રમણ કે નિમોનિયા એક અઠવાડિયા કે તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. કમજોર રોગપ્રતિકારક વાળા બાળકોને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી શકે છે. 

વધુ વંચો: મોટા નુકસાનથી બચવા ઉનાળામાં કારનું ફ્યૂઅલ ટેન્ક ક્યારેય પણ ફૂલ ન કરાવો, જાણો કારણ

બાળકને એવા કોઈ પણ વ્યક્તિથી દૂર રાખો જેને એડેનોવાયરસ સંક્રમણ છે. હાથોની સ્વચ્છતાનું ધ્યાન રાખો. બાળકોના હાથ ધોતા રહેવું. સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયત્ન કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Death Health News Kolkata adenovirus એડેનોવાયરસ Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ