બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Try dal vada recipe at home

રેસિપી / ઘરે જ ખાઓ અંબિકા જેવા ક્રિસ્પી દાળવડા, સરળ છે રેસિપી

Published By: vtvAdmin

Last Updated: 12:49 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. તો જાણી લો ઘરે દાળવડા કઇ રીતે બનાવશો તે વિશે.

ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ આજે અમે આપને જણાવીશું કે ઘરે જ સરળતાથી કઈ રીતે ટેસ્ટી દાળવડા બનાવીને તેની મજા માણી શકાય છે. ઘરના દાળવડાની મજા કંઈક અલગ જ હોય છે. તો જાણી લો દાળવડાની આ સિમ્પલ રેસિપી.


સામગ્રી

  500 ગ્રામ મગની દાળ
  1 ચપટી હિંગ
  1 ચમચી આદુંની પેસ્ટ
  6થી 7 મરચાં
  1 ડુંગળી લાંબી સમારેલી
  50 ગ્રામ લાલ મરચું
  મીઠું સ્વાદ મુજબ
  તેલ તળવા માટે

રીત

પહેલા મગની દાળને રાતે પલાળી દો. ત્યાર બાદ સવારે તેને મિક્સરમાં અધકચરી વાટી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે આદુંની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં અને હિંગ નાખો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ આ મિશ્રણનું ખીરું તૈયાર કરી લો. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક દાળવડા મૂકતા જાઓ. ધીમા તાપે તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તેલમાંથી કાઢીને મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા પીરસો.
 

સંકળાયેલા મુદ્દાઓ

India Recipe dal vada food love nasta rainy season food snacks recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ