બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / તમારા કામનું / તહેવાર ટાણે લાખો ગ્રાહકોને ઝટકો! સ્વિગી પરથી ફૂડ મંગાવવું મોંઘું પડશે

કામની વાત / તહેવાર ટાણે લાખો ગ્રાહકોને ઝટકો! સ્વિગી પરથી ફૂડ મંગાવવું મોંઘું પડશે

Published By: Ajit Jadeja

Last Updated: 07:53 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swiggy Platform Fees Hike: ભારતમાં ઘણી ફૂડ ડિલિવરી કંપની લોકોને ઘરે ફૂડ પહોચાડે છે. લોકોને ઘરે બેઠા ફૂડ મળી રહેતુ હોય છે. આવી એક કંપની સ્વિગી છે.

Swiggy Platform Fees Hike: ભારતમાં ઘણી ફૂડ ડિલિવરી કંપની લોકોને ઘરે ફૂડ પહોચાડે છે. લોકોને ઘરે બેઠા ફૂડ મળી રહેતુ હોય છે. આવી એક કંપની સ્વિગી છે. કંપની દરરોજ 20 લાખ ઓર્ડર ડિલિવરી કરે છે. તમે સ્વિગીથી ખાવાનું ઓર્ડર કરો છો તો હવે તમારે દરેક ઓર્ડર પર 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

સ્વતંત્રતા દિવસે સ્વિગીએ પ્લેટફોર્મ ફીમાં વધારો કરી પોતાના ગ્રાહકોને આંચકો આપ્યો છે. આ ફી પહેલા 12 રૂપિયા હતી જેને વધારી છે. આ બદલાવ 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યો છે. Swiggy કહે છે કે તહેવારોની સિઝન દરમિયાન ઓર્ડરની સંખ્યાના વધારાને ધ્યાનમાં રાખીને તેણે આ પગલું ભર્યું છે.

Food-on-bed

ફૂડ ડિલિવરી કંપની સિગીએ આજે તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ દરેક ફૂડ ડિલિવરી ઓર્ડર પર વસૂલવામાં આવતી પ્લેટફોર્મ ફી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. પહેલા આ ફી 12 રૂપિયા હતી. કંપની દરેક ઓર્ડરથી વધુ નફો મેળવવા માંગે છે, જેથી તેની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે.

સ્વિગીએ પ્લેટફોર્મ ફીમાં આટલો વધારો કર્યો

સ્વિગીએ એપ્રિલ 2023 માં પહેલી વાર પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી, જ્યારે તે ફક્ત 2 રૂપિયા હતી. ધીમે ધીમે હવે તે 14 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સ્વિગીના ઓર્ડરની સંખ્યા પર નજર કરીએ તો દરરોજ 20 લાખથી વધુ ઓર્ડર પહોંચાડે છે. આ નવી ફી સાથે કંપની દરરોજ 2.8 કરોડ રૂપિયા વધારાની કમાણી કરશે.

vtv app add

આ પણ વાંચોઃ Recipe / રક્ષાબંધન પર ઘરે જ બનાવો ટેસ્ટી નાસ્તા, મહેમાનો આંગળા ચાટતા રહી જશે, નોટ કરી લો રેસીપી

સ્વિગીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કંપનીને એપ્રિલ-જૂન 2025 ના ક્વાર્ટરમાં રૂ. 1197 કરોડનું નુકસાન થયું હતું, જે ગયા વર્ષ કરતા 96% વધુ છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં નુકસાન રૂ. 611 કરોડ હતું. જોકે કંપનીની આવક 54% વધીને રૂ. 4961 કરોડ થઈ છે. આ ફી વધારા સાથે, ગ્રાહકોએ થોડો વધારાનો ખર્ચ કરવો પડશે, પરંતુ સ્વિગી માને છે કે આનાથી તેમની સેવામાં સુધારો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Food Swiggy Utility News

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ