બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / રક્ષાબંધન પર ઘરે જ બનાવો ટેસ્ટી નાસ્તા, મહેમાનો આંગળા ચાટતા રહી જશે, નોટ કરી લો રેસીપી
Last Updated: 12:21 AM, 9 August 2025
Recipe: રક્ષાબંધનનો તહેવાર ભાઇ બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર છે. આ દિવસે બહેનો ભાઇઓને રાખડી બાંધવા માટે પહોચે છે. રક્ષાબંધનનો તહેવાર ફક્ત રાખડી અને મીઠાઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પરિવાર સાથે બેસીને સ્વાદિષ્ટ નાસ્તો ખાવાની પણ મજા કંઇક અલગ છે. તમે પણ ઝડપથી બની જાય તેવી કોઇ વાનગી બનાવવા માગતા હોય તો બે ઇન્સ્ટન્ટ નાસ્તાની વાનગીઓ તમારા માટે યોગ્ય છે.
ADVERTISEMENT

આલૂ ચીઝ બોલ્સ
ADVERTISEMENT
સામગ્રી:
2 બાફેલા બટાકા
ADVERTISEMENT
4 બ્રેડ સ્લાઈસ
સ્વાદ મુજબ મીઠું
ADVERTISEMENT
1/2 ચમચી કાળા મરી
2 ચમચી કોર્નફ્લોર
ADVERTISEMENT
1 કપ પ્રોસેસ્ડ ચીઝ
1 બારીક સમારેલા લીલા મરચા
ADVERTISEMENT
2 ચમચી કોથમીર
તેલ જરૂરિયાત મુજબ
બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલ લો અને તેની અંદર બાફેલા બટાકા, લીલા મરચા, કોથમીર, બ્રેડ સ્લાઈસ, છીણેલું ચીઝ, મીઠું અને કાળા મરી નાખો. સારી રીતે મિક્સ કરો અને નાના ગોળા બનાવો.આ ગોળાઓને કોર્નફ્લોરમાં હળવા હાથે લપેટી લો. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી ફ્રાય કરો. ટામેટાની ચટણી અથવા ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

સોજી વેજ કૂકીઝ
સામગ્રી:
1 કપ સોજી (રવો)
1/2 કપ દહીં
નાના સમારેલા શાકભાજી (શિમલા મરચું, ડુંગળી, ગાજર)
1 સમારેલું લીલું મરચું
2 ચમચી ધાણાજીરું
સ્વાદ મુજબ મીઠું
1/4 ચમચી બેકિંગ સોડા
જરૂરિયાત અનુસાર તેલ

આ પણ વાંચોઃ દૂધને વારેવારે ગરમ કરતા હોય તો ચેતી જજો! પીવાથી નહીં થાય કોઈ ફાયદો
તૈયારી કરવાની પદ્ધતિ:
એક બાઉલમાં સોજી, દહીં, લીલા મરચા, ધાણાજીરું, સમારેલા શાકભાજી, મીઠું, અને બેકિંગ સોડા મિક્સ કરો. થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બનાવો અને તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.
હવે આ મિશ્રણમાંથી નાના ટિક્કી જેવા કૂકીઝ બનાવો. નોન-સ્ટીક તવીમાં થોડું તેલ ઉમેરો અને કૂકીઝને બંને બાજુ સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી સેકો. ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો. આ તૈયાર થયા પછી તેનો સ્વાદ તમને બહુ ગમશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.