ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પને વધુ એક ઝટકો, વિઝાની સમયમર્યાદા વધારવાનો પ્રસ્તાવ રદ, ભારતીય કર્મચારીઓને મળી શકે છે રાહત!

વર્લ્ડ / ટ્રમ્પને વધુ એક ઝટકો, વિઝાની સમયમર્યાદા વધારવાનો પ્રસ્તાવ રદ, ભારતીય કર્મચારીઓને મળી શકે છે રાહત!

Published By: Jinal Chauhan

Last Updated: 10:47 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના એવા પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં અમેરિકામાં રહેવાની સમયમર્યાદા નક્કી કરવાની વાત હતી.

ADVERTISEMENT

અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારોના રોકાણને લઈને ટ્રમ્પ સરકાર દ્વારા નવા નિયમો લાવવાની તૈયારી કરવામાં આવી હતી. આ નિયમ લાગુ થયા હોત તો હજારો વિદેશી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શક્યો હોત. જોકે, હવે અમેરિકાની ફેડરલ કોર્ટે સરકારના આ પ્રસ્તાવને ગેરવાજબી ગણાવીને ફગાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારોને પણ રાહત મળી શકે છે. ખાસ વાત એ છે કે આ નિર્ણયથી અમેરિકામાં અભ્યાસ અને સંશોધન માટે લાંબા સમય સુધી રહેવાની જૂની વ્યવસ્થા યથાવત્ રહેશે.

ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો

અમેરિકાના બોસ્ટન સ્થિત ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના એક પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પ્રસ્તાવમાં વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારો અમેરિકામાં કેટલો સમય રહી શકે તેની મર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી હતી. સરકાર આ સમયમર્યાદા સંબંધિત વિઝાના આધારે નક્કી કરવા માગતી હતી.જુલાઈ મહિનામાં અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેના મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં વધુમાં વધુ ચાર વર્ષ રહી શકે તેવી જોગવાઈ કરવાની તૈયારી હતી. જો કોઈ વિદ્યાર્થીને ચાર વર્ષથી વધુ સમય રહેવું હોય તો તેણે ફેડરલ સરકારની મંજૂરી લેવી પડત.જોકે, સોમવારે બોસ્ટન ફેડરલ કોર્ટના જજ એફ. ડેનિસ સેલરે આ પ્રસ્તાવને રદ કરી દીધો હતો. કોર્ટે સરકારના આ પગલાને મનસ્વી, ગેરવાજબી અને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે આ નિર્ણય કાયદાની જોગવાઈઓ સાથે મેળ ખાતો નથી.કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે સરકાર કોંગ્રેસ દ્વારા મંજૂરી આપવામાં આવેલી વ્યવસ્થાને પોતાની રીતે બદલી શકે નહીં. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાની તક આપવાનો નિર્ણય કોંગ્રેસે લીધો છે. DHS પાસે એટલી વ્યાપક સત્તા નથી કે તે F-1 વિઝા કાર્યક્રમને નબળો બનાવી શકે.

trump-normal

વિદેશી વિદ્યાર્થીઓ માટે શું બદલાવ લાવવા માગતી હતી ટ્રમ્પ સરકાર?

ટ્રમ્પ સરકારના પ્રસ્તાવ મુજબ F-1 વિઝા પર અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષની સમયમર્યાદા નક્કી કરવાની તૈયારી હતી. એટલે કે કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ ચાર વર્ષથી વધુ ચાલે તો તેણે વધુ સમય રહેવા માટે સરકારની મંજૂરી લેવી પડત.આ નિયમથી એવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકતી હતી, જેઓ અમેરિકામાં લાંબા સમયના અભ્યાસક્રમ, સંશોધન અથવા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડાયેલા છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે આ નિયમ મુશ્કેલી ઊભી કરી શકતો હતો.આ ઉપરાંત ભાષા શીખવાના કાર્યક્રમમાં ભાગ લેવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ સમયમર્યાદા નક્કી કરવાની વાત હતી. તેમના અમેરિકામાં રોકાણની મહત્તમ મર્યાદા 24 મહિના રાખવાની દરખાસ્ત હતી. આ 24 મહિનામાં રજાઓ અને અભ્યાસ વચ્ચેના બ્રેકનો સમય પણ ગણવાનો હતો.હવે કોર્ટના નિર્ણય બાદ સરકારનો આ પ્રસ્તાવ અમલમાં આવી શકશે નહીં અને અગાઉથી ચાલતી વ્યવસ્થા યથાવત્ રહેશે.

વિદેશી પત્રકારો માટે પણ સમયમર્યાદા ઘટાડવાની હતી

ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નહોતો. તેમાં અમેરિકામાં કામ કરતા વિદેશી પત્રકારોના રોકાણને લઈને પણ નવા નિયમો લાવવાની તૈયારી હતી.હાલની વ્યવસ્થામાં વિદેશી પત્રકારો લાંબા સમય સુધી અમેરિકામાં રહી શકે છે, પરંતુ નવા પ્રસ્તાવમાં તેમના રોકાણની સમયમર્યાદા ઘટાડીને 240 દિવસ કરવાની વાત હતી. ચીનના પત્રકારો માટે તો માત્ર 90 દિવસની મર્યાદા રાખવાની દરખાસ્ત કરવામાં આવી હતી.આ ઉપરાંત અભ્યાસ પૂર્ણ થયા પછી અમેરિકામાંથી બહાર જવા માટે મળતા ગ્રેસ પિરિયડમાં પણ ઘટાડો કરવાની તૈયારી હતી. હાલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયા પછી દેશ છોડવા માટે 60 દિવસનો સમય મળે છે. સરકાર તેને ઘટાડીને 30 દિવસ કરવા માગતી હતી.આ ફેરફાર લાગુ થયો હોત તો અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓને અમેરિકા છોડવા અથવા આગળની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓછો સમય મળત. જોકે, કોર્ટના નિર્ણયથી આ પ્રસ્તાવને પણ મોટો ફટકો પડ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શું ફરી CEO બનશે જેન્સન હુઆંગ? એલન મસ્ક સહિત ટેક જગતના દિગ્ગજોએ શરૂ કરી ખાસ મુહિમ!

કોર્ટના નિર્ણયનું સ્વાગત, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને મોટી રાહત

ફેડરલ કોર્ટના આ નિર્ણયનું ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી સંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંગઠનોએ સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ મળશે અને અમેરિકાના શિક્ષણ તથા સંશોધન ક્ષેત્રને પણ ફાયદો થશે.આ નિર્ણયને અમેરિકાના વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન અને ઇનોવેશન માટે સારા સમાચાર ગણાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસની સાથે સંશોધન અને નવી ટેક્નોલોજીના વિકાસમાં પણ યોગદાન આપે છે.ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા સંગઠનોએ પણ આ નિર્ણયને વિદ્યાર્થીઓ, સંશોધકો અને યુનિવર્સિટીઓ માટે મોટી જીત ગણાવી છે.

તેમના મતે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાથી અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓને પણ નુકસાન થઈ શકે છે.આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અમેરિકામાં અભ્યાસ કરવા અંગેનો રસ ઘટી રહ્યો હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રોકાણની સમયમર્યાદા ઘટાડવાના પ્રસ્તાવથી આ મુશ્કેલી વધી શકતી હતી.

સપ્ટેમ્બરથી જ કોર્ટમાં ચાલી રહ્યો હતો મામલો

આ મામલે સપ્ટેમ્બર મહિનામાં પણ બોસ્ટનના એક જજે DHSના પ્રસ્તાવિત નિયમ પર વચગાળાની રોક લગાવી હતી. આ નિયમ વર્ષોથી ચાલી આવતી 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' વ્યવસ્થાને ખતમ કરવા માટે લાવવામાં આવ્યો હતો.જૂની વ્યવસ્થા મુજબ વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારોને કોઈ ચોક્કસ વર્ષોની મર્યાદાને બદલે તેમના અભ્યાસક્રમ અથવા સંબંધિત કાર્યક્રમની મંજૂર અવધિ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળે છે. એટલે કે વિદ્યાર્થી જ્યાં સુધી પોતાના અભ્યાસક્રમની શરતોનું પાલન કરે છે ત્યાં સુધી તે વિઝાના નિયમો મુજબ અમેરિકામાં રહી શકે છે.સપ્ટેમ્બરના આદેશ બાદ DHSએ ફર્સ્ટ સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ 3 નવેમ્બરે સરકારે અપીલની કાર્યવાહી 30 દિવસ માટે રોકવાની વિનંતી કરી હતી. સરકારને આશા હતી કે આ સમય દરમિયાન મામલાનો અંતિમ નિર્ણય આવી જશે.હવે ફેડરલ કોર્ટના અંતિમ નિર્ણયથી ટ્રમ્પ સરકારની આ યોજના સામે મોટો પડકાર ઊભો થયો છે.

ભારતીય વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે કેટલો ફાયદો?

અમેરિકામાં અભ્યાસ કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે. આ ઉપરાંત ભારતીય મૂળના સંશોધકો અને પત્રકારો પણ ત્યાં કામ કરે છે. સરકારનો પ્રસ્તાવ લાગુ થયો હોત તો તેમને પણ રોકાણની સમયમર્યાદા અને મંજૂરી મેળવવાની પ્રક્રિયાને લઈને મુશ્કેલી પડી શકતી હતી.કોર્ટના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અગાઉની 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' વ્યવસ્થા ચાલુ રહેવાનો રસ્તો ખુલ્લો રહ્યો છે. ખાસ કરીને ચાર વર્ષથી વધુ સમય ચાલતા અભ્યાસક્રમો અને સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી રાહત મળી શકે છે.જોકે, આ નિર્ણયથી અમેરિકામાં કામ કરતા તમામ ભારતીય કર્મચારીઓના વિઝાની સમયમર્યાદા વધી ગઈ છે એવું નથી. કોર્ટનો આદેશ મુખ્યત્વે વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પત્રકારો માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ સાથે જોડાયેલો છે. તેથી તેને તમામ ભારતીય કર્મચારીઓ માટે વિઝાના નવા નિયમ તરીકે સમજવો યોગ્ય નથી.આમ, ટ્રમ્પ સરકારની વિદેશી નાગરિકોના રોકાણને મર્યાદિત કરવાની યોજનાને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આ ચોક્કસ રાહતના સમાચાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Visa Policy US Visa News VTV Gujarati

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ