બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian government scraps minimum qualification criteria for drivers license

બદલાવ / મોદી સરકારનો ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને મોટો નિર્ણય, લાખો લોકોને થશે રાહત

Published By: vtvAdmin

Last Updated: 01:19 PM, 19 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે ડ્રાઇવિંગ લાઇસેન્સથી જોડાયેલ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સરકાર તરફથી આ ફેરફારને ક્રાંતિકારી કરાર આપવામાં આવ્યો છે. આનાથી એવા લોકોને સૌથી વધારે ફાયદો મળશે કે જે ભણેલા-ગણેલા નથી. ચલો તો જાણીએ શું છે એ બદલાવ

મોદી સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ફરજીયાત ખતમ કરી દીધું છે. 

મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે હવે ડ્રાઇવિંગ લાઇસેન્સ બનાવવા અથવા રિન્યૂ કરાવવા માટે ધોરણ-8 પાસની શૈક્ષણિક લાયકાતની કોઇ જરૂર નહીં રહે. આ નિર્ણયથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરનારને લાઇસન્સ મળી જશે. 

આ બદલાવના સંબંધમાં જાણકારી આપતાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરીએ સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું- સમાજામં ઓછું ભણેલા-ગણેલા અને ગરીબ લોકો ડ્રાઇવિંગથી રોજગારી શોધે છે. સરકારે ધોરણ-8 પાસની શૈક્ષણિક લાયકાત ફરજીયાત હટાવી દીધું જેનાથી એમના ભણતરના કારણે રોજગાર રોકાય નહીં. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 22 લાખથી વધુ ડ્રાઇવરોની ઘટ છે, જેનાથી લાખો લોકોનું જીવન સારું થઇ શકે છે. 

મોદી સરકારના નિર્ણયથી લાખો લોકોને રોજગારની તક મળશે ઉપરાંત ડ્રાઇવિંગની ટ્રેનિંગ માટે દેશમાં 2 લાખ સ્કીલ સેન્ટર પણ ખોલવામાં આવશે. અહીંયા લોકોને ટ્રેનિંગ દ્વારા રસ્તા સુરક્ષાના નિયમ જણાવવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India State Government Transport ministry drivers license ડ્રાઇવિંગ લાઇસેન્સ મોદી સરકાર Changes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ