ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Tips to Protect Yourself from Unhealthy Air

Health Tips / હવાના પ્રદૂષણથી ફેફસાને બચાવવા માટે ઉપયોગી છે આ ટિપ્સ

Published By: Kavan

Last Updated: 07:10 AM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનું હવાનું પ્રદૂષણ અત્યારે દેશભરમાં ચિંતાનો વિષય બન્યું છે. દિલ્હી જ નહીં અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હવાનું પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના પગલે લોકો હવે ઘર માટે એર પ્યોરિફાયર પણ ખરીદી રહ્યા છે.

ADVERTISEMENT

  • પ્રદૂષણ બન્યું ચિંતાનો વિષય
  • ફેફસાના રોગથી બચવાના વિવિધ ઉપાય
  • ફેફસાને પ્રદૂષણથી બચાવવા નાસ અને ગ્રીન ટી છે ઉપયોગી 

જોકે હવાના પ્રદુષણની સૌથી પહેલી અસર આપણા ફેફસા પર થાય છે. પ્રદુષિત હવાથી બચી ન શકાય તો કેટલાક એવા ઉપાયો છે જેનાથી ફેફસાને કલિન કરવામાં અને પ્રદુષણની માઠી અસરથી ફેફસાને બચાવામાં મદદ મળે છે.કેટલાક દિવસોમાં પ્રદુષણ એટલું વધારે હોય છે જયારે એક સાથે અનેક સિગારેટ પીધી હોય એટલી પ્રદુષિત હવા આપણા ફેફસામાં જાય છે. ફેફસાને કલિન કરવા માટે સ્ટિમ થેરાપી બહુ ઉપયોગી છે.

નાસ લેવાથી થાય છે ફાયદો 

જેને આપણે નાસ લેવો કહીએ છીએ. સામાન્ય રીતે શરદી થાય અને નાક બંઘ થાય ત્યારે પાણીની વરાળનો નાસ લેવાની ડોકટર સલાહ આપે છે. પરંતુ હવામાં પ્રદુષણ વધારે હોય ત્યારે નાસ લેવાથી ફેફસામાં ફાસાયેલા કણો નીકળી જાય છે અને શ્વાસ લેવાનું આસાન બને છે. ફેફસાનો હવા લઇ જતો માર્ગ પણ વધુ ખુલ્લો થાય છે.

પ્રતિકાત્મક તસવીર

ગ્રીન ટી છે ઉપયોગી 

પ્રદુષિત વાતાવરણમાં થોડો કફ હોય તો તે સારી બાબત છે કેમકે કફની સાથે નાક અને શરીરના પ્રદુષિત કણો બહાર ફેંકાય છે.તેથી સાવ ડ્રાય કફ (સુકો કફ)ની સમસ્યા ન થાય તે જોવું
જોઇએ. ગ્રીન ટી પણ પ્રદુષિત વાતાવરણમાં બહુ ઉપયોગી છે.તેમાં એન્ટિઓકસિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. તે ફેફસાના ટીશ્યુને હાનિકારક કણોથી બચાવે છે. 

પ્રદુષણના ખતરા સમયે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું 

દક્ષિણ કોરિયામાં થયેલા એક સંશોધનમાં જણાયું હતું કે જેઓ દરરોજ ઓછામાં ઓછી બે કપ ગ્રીન ટી પીતા હતા તેમના ફેફસા ગ્રીન ટી નહીં પીનારા લોકો કરતા વધુ સારી રીતે કામ કરતાં હતા.એન્ટિઇન્ફલેમેટરી ગણાતા કેટલીક વસ્તુઓ નિયમિત ખાવાથી ફેફસાની હેલ્થ સારી રહે છે.જેમકે હળદર,ફલાવર,કોબી,ઓલિવ,એખરોટ,વટાણા વગેરે ફેફસા માટે સારા છે.પ્રદુષણનો ખતરો હોય ત્યારે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું જોઇએ.

પ્રતિકાત્મક તસવીર 

મધ પણ બહુ ગુણકારી છે.મધમાં બેકટેરિયાને મારવાની ક્ષમતા છે.આ ઉપરાંત મધમાં પણ એન્ટિઇન્ફલેમેટરી, એન્ટિઓકસિડન્ટ તત્વો ભરપુર માત્રામાં હોય છે.દરરોજ એક ચમચી મધ ફેફસાના
આરોગ્ય માટે લાભદાયી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Air Unhealthy Air air purifier pollution tips ગુજરાતી ન્યૂઝ દિલ્હી હવાનું પ્રદુષણ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ