ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણ કાર પુલ પરથી ખાબકતાં આગ લાગતા એક પરિવારના ત્રણ સભ્યોના મોત

દુઃખદ / જસદણ કાર પુલ પરથી ખાબકતાં આગ લાગતા એક પરિવારના ત્રણ સભ્યોના મોત

Published By: Vishal Khamar

Last Updated: 11:35 AM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણના દડવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે અથડાતા પુલ નીચે ખાબકી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દડવા ગામ નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગોંડલ–જસદણ હાઈવે પર એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ પુલ પરથી નીચે ખાબકી હતી. પુલ નીચે પડતાની સાથે જ કારમાં આગ લાગી જતા કારમાં સવાર ત્રણ લોકો જીવતા બળીને ભડથું થઈ ગયા હતા.

અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત આજે વહેલી સવારે લગભગ 5:00 વાગ્યાના આસપાસ બન્યો હતો. કારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે આગને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ગેસ કટરનો ઉપયોગ કરીને કાર કાપી અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક, 4 સામે ફરિયાદ

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

આ અકસ્માત અંગે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ ગમખ્વાર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jasdan News Accident Jasdan

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ