ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક, 4 સામે ફરિયાદ

ગાંધીનગર / બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક, 4 સામે ફરિયાદ

Published By: Vishal Khamar

Last Updated: 11:37 AM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના સુઘડમાં બિલ્ડર પુત્રના આપઘાત કેસ મામલે ઈન્ફોસિટી પોલીસે 4 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ADVERTISEMENT

બે દિવસ પહેલા ગાંધીનગરના સુઘડમાં બિલ્ડરના પુત્રના આપઘાત કેસ મામલે ઈન્ફોસિટી પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથધરી

ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ઋષભ પટેલની સુસાઈડ નોટના આધારે મૃતક ઋષભ પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવકે સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું હતું. 25 મી એ ઘરેથી નીકળ્યો અને 28 જાન્યુઆરીએ મૃતદેહ મળ્યો હતો.

અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 13 દિવસ પહેલા લગ્ન થયેલા યુવકે આપઘાત કરી લીધાનો મામલો સામે આવ્યો છે. મૃતક યુવકનો મૃતદેહ કડી કેનાલ નજીકથી મળ્યો હતો. યુવકનું નામ ઋષભ હોવાનું જાણવા મળ્યું છે. જે થોડા દિવસોથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

પરિવાજનોએ આક્ષેપ કર્યો

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું.

કેનાલ નજીકથી મૃતદેહ મળ્યો

પોલીસને મળેલી માહિતી અનુસાર, ઋષભના લગ્નને હજુ 13 દિવસ જ થયા હતા. અચાનક તેના ગુમ થવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો, ત્યારબાદ કડી કેનાલ નજીકથી તેનો મૃતદેહ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો.

આ પણ વાંચોઃ સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?

પોલીસે તપાસ શરૂ કરી

હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારના નિવેદનના આધારે પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ