ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?

મોંઘવારીનો માર / સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?

Published By: Vishal Khamar

Last Updated: 11:31 AM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલ તેમજ કપાસીયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ADVERTISEMENT

રાજકોટમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સાત દિવસમાં બીજી વખત સીંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો થતા ડબ્બો 2900 ને પાર થયો છે. 30 દિવસમાં સિંગતલના ડબ્બે 180 રૂપિયાથી વધુનો ભાવ વધ્યા છે. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા 15 રૂપિયા ભાવ વધી 2385 પહોંચ્યો છે. મગપળીના વિક્રમી પાક છતા ભાવ સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવોને કાબુમાં લેવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ નિવડ્યું છે.

સાત દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો

સાત દિવસ પહેલા રાજકોટ સહિતના મુખ્ય માર્કેટમાં એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ પ્રતિ 15 કિલો ડબ્બાનો ભાવ 2785 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે એક મહિના પહેલા 2590 હતો.

એક મહિનામાં 200 રૂપિયાનો ભાવવધારો

ગત એક મહિનાની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. માત્ર પખવાડિયામાં જ 170 જેટલો વધારો થવાથી ગ્રાહકો પર આર્થિક ભાર વધ્યો છે. ખાસ વાત એ છે કે માંગમાં કોઈ વિશેષ વધારો ન હોવા છતાં ભાવમાં તેજી યથાવત છે.

માવઠાની અસર અને સારી મગફળીની અછત

તેલ મિલ એસોસિયેશનના જણાવ્યા અનુસાર માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી જતાં સારી ગુણવત્તાવાળી મગફળીનો જથ્થો ઘટ્યો છે. પિલાણ યોગ્ય મગફળી ઓછી મળતા મગફળીના ભાવ વધ્યા અને તેની સીધી અસર સિંગતેલના ભાવ પર પડી છે.

મગફળીના ભાવમાં પણ વધારો

રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પહેલી વખત 1500ને પાર ગયો છે. હાલમાં મગફળીના ભાવ 1230થી લઈને 1530 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક મહિના અગાઉ સારી મગફળી 1250માં મળતી હતી જે હવે1450 સુધી પહોંચી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે 17 લાખ ટનથી વધુ મગફળીની ખરીદી પણ કરવામાં આવી છે.

અન્ય તેલોના ભાવમાં પણ વધારો

સિંગતેલ સાથે સાથે કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં કપાસિયામાં 115 અને પામતેલમાં 105 રૂપિયાનો વધારો થયો છે. જોકે કોપરેલ તેલમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં લગભગ 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

ગ્રાહકો પર વધતી મોંઘવારીનો ભાર

સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ ફરક હવે વધીને 460 જેટલો થઈ ગયો છે. જેના કારણે ફરસાણ વેપારીઓ અને સામાન્ય લોકો સસ્તા વિકલ્પ તરીકે કપાસિયા તેલ તરફ વળી રહ્યા છે. જોકે નિશ્ચિત આવક ધરાવતા પરિવારો માટે તેલના ભાવમાં થયો આ વધારો મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ જુનાગઢ જિલ્લાના કેશોદ સોની બજારમાં સેન્ટ્રલ GSTના દરોડા, વેપારીઓમાં ફફડાટ

Vtv App Promotion

આ અંગે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના ચેરમેન કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે

" ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘણું સારું થયું છે. પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું અને તેના લીધે ઘણો પાક પણ બળી ગયો હતો. હાલ જે ભાવ વધારો થયો છે તે ખેડૂતો માટે રિકવરી છે. "

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Groundnut Oil Price Hike Edible Oil Inflation Saurashtra Market

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ