ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢ જિલ્લાના કેશોદ સોની બજારમાં સેન્ટ્રલ GSTના દરોડા, વેપારીઓમાં ફફડાટ
Last Updated: 09:58 AM, 30 January 2026
ADVERTISEMENT
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની સોની બજારમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ હતી. સેન્ટ્રલ GSTની ટીમે અચાનક દરોડા પાડતાં અનેક વેપારીઓએ ભયના માહોલમાં પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT

GST વિભાગની ટીમે તપાસ હાથ ધરી
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના જાણીતા એ.જે. જ્વેલર્સ તથા ધકાણ જ્વેલર્સ ખાતે સેન્ટ્રલ GST વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. બંને જ્વેલર્સના શોરૂમ તેમજ સોપમાં ટીમ દ્વારા મોડી સાંજ સુધી ચકાસણી ચાલી હતી.

ADVERTISEMENT
દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી
તપાસ દરમિયાન ખાતા-વહી, બિલિંગ, સ્ટોક રજિસ્ટર તેમજ અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સેન્ટ્રલ GST વિભાગ દ્વારા આ કાર્યવાહી શા માટે કરવામાં આવી છે અને તપાસ બાદ શું પરિણામ આવશે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અજિત પવારના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બે દિવસ પહેલાં સુરતમાં લેન્ડિંગ, VVIP મુંબઇથી સુરત આવ્યા
બંને જ્વેલર્સ ખાતે ચાલી રહેલી તપાસમાં આગળ શું કાર્યવાહી થશે તેની તરફ વેપારીઓ તેમજ શહેરવાસીઓની નજર મંડાયેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.