બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Fortunerને ટક્કર આપશે આ કાર, ભારતમાં આ તારીખે થશે લૉન્ચ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:53 PM, 22 August 2026
1/5
ટોયોટા ફોર્ચ્યુનરનો ભારતીય બજારમાં એક અલગ જ ક્રેઝ છે. નેતાઓના કાફલાથી લઈને સામાન્ય લોકોની ઇચ્છા સુધી આ SUV દરેક જગ્યાએ જોવા મળે છે. તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ ટોયોટાનો વિશ્વાસ અને બજારમાં લગભગ કોઈ સીધો મુકાબલો ન હોવાનું છે. હાલમાં MG Magester જ તેનો મુખ્ય સ્પર્ધક છે. પરંતુ આવનારા દિવસોમાં ટોયોટાની આ SUV ને એક મોટી પડકારનો સામનો કરવો પડશે. જેમાં ફોર્ચ્યુનરને ટક્કર આપવા માટે કિયા પોતાની મોટી SUV સોરેન્ટો લાવી રહી છે. આ કારનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઈ ચૂક્યું છે અને તેને અનંતપુર ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહી છે.
2/5
ત્રણ રોવાળી આ SUVને કંપની 4 સપ્ટેમ્બરે લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ કિયા આ કારને લગભગ 28 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરી શકે છે. જો આવું થાય તો ફોર્ચ્યુનર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કેમ કે ફોર્ચ્યુનરની કિંમત 34.76 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમતે સોરેન્ટો તે લોકોનું ધ્યાન ખેંચશે જેઓ ફોર્ચ્યુનર ખરીદવાની યોજના કરી રહ્યા છે.
3/5
સોરેન્ટો ડીઝલ અને હાઇબ્રિડ પેટ્રોલ બંને અવતારમાં આવશે. ફોર્ચ્યુનર એક જૂની સ્કૂલની બોડી-ઓન-ફ્રેમ એસયુવી છે, જે ડીઝલ એન્જિન સાથે આવે છે અને ટકાઉપણું તથા ખરાબ રસ્તા પરની ક્ષમતા પર ફોક્સ કરે છે. તેનાથી ઊંધું સોરેન્ટો મોનોકોક SUV છે, જેમાં વધુ સારી કેબિન, ટેક્નોલોજી અને રોજિંદી ડ્રાઇવિંગ માટે તૈયાર કરવામાં આવી છે.
4/5
સ્ટ્રોંગ હાઇબ્રિડ અવતારમાં આ 7 સીટર કાર શહેરી માર્ગો માટે સારો ઓપ્શન બની શકે છે. શહેરમાં રહેતા અને ડીઝલથી બચવા માંગતા લોકો આ કાર પર વિચાર કરી શકે છે. જ્યારે સોરેન્ટોનું ડીઝલ એન્જિન લાંબા અંતર અને લો-એન્ડ ટોર્ક ઇચ્છતા લોકો માટે વધુ યોગ્ય રહેશે. સોરેન્ટો ઓલ-વ્હીલ ડ્રાઇવ ફીચર સાથે પણ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ