ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ

તપાસ / બોટાદ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ

Published By: Vishal Khamar

Last Updated: 07:48 AM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના ખસ રોડ પર આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ADVERTISEMENT

બનાસકાંઠા બાદ હવે બોટાદમાં પણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલી કલેકટર કચેરીને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ડોગ સ્કોવડે તપાસ શરૂ કરી

ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. બોટાદ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે LCB, SOG તેમજ ડોગ સ્કોડની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.

પોલીસે રાહતનો શ્વાસ લીધો

કલેકટર કચેરીમાં અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડોગ સ્કોડ દ્વારા પણ દરેક ખૂણાની તપાસ કરવામાં આવી. જો કે, તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ સુરત પહોચ્યો ભાઇજાન, સલમાન ખાનને જોવા એરપોર્ટ પર ફેન્સનો જમાવડો

સાયબર ટીમે ઈ-મેઈલ મોકલનારની તપાસ શરૂ કરી

હાલમાં પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને મેઈલ મોકલનાર સુધી પહોંચવા સાયબર ટીમની મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને કલેકટર કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad News Botad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ