બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વિન્ડોઝ યુઝર્સ સાવધાન! ફટાફટ આ કામ પહેલા પતાવી દેજો, નહીંતર હેક થઇ શકે છે તમારું કોમ્પ્યુટર, સરકારની વૉર્નિંગ
Last Updated: 08:24 AM, 14 August 2024
માઈક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ પર સાયબર એટેકનું મોટું જોખમ છે. આ ખતરા અંગે ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 યુઝર્સ માટે આ ખતરા અંગે ચેતવણી જારી કરી છે.
ADVERTISEMENT

CERT-In એ આ બંને ઓપરેટિંગ સિસ્ટમ્સ (OS)માં ઘણી સુરક્ષા ખામીઓનું અવલોકન કર્યું છે, જેનો લાભ લઈને સાયબર ફ્રોડ કરનારાઓ યુઝર્સ કમ્પ્યુટરમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. આ ખામીઓ ખાસ કરીને વર્ચ્યુઅલાઈઝેશન-આધારિત સુરક્ષા (VBS) અને Windows બેકઅપ સુવિધાઓ ધરાવતી Windows સિસ્ટમોને અસર કરે છે. જો હેકરને તક મળે, તો એ તેનો ઉપયોગ તમારા કમ્પ્યુટરના મહત્વપૂર્ણ ભાગોને ઍક્સેસ કરવા અને તમારી પર્સનલ માહિતીની ચોરી કરવા માટે કરી શકે છે.
ADVERTISEMENT

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે તેનું જોખન Windows 10 વર્ઝન 1607, 21H2, 22H2 અને 1809, 32-bit, x64 અને ARM64 ચલાવતા Windows યુઝર્સ અસર કરે છે. આ સિવાય x64 અને ARM64 આધારિત Windows 11 ના 21H2, 22H2 અને 24H2 વર્ઝનને પણ આનાથી ખતરો છે.
ADVERTISEMENT
આ સિવાય Windows સર્વર 2016, 2019, 2022 સહિત સર્વર કોડ ઇન્સ્ટોલેશનમાં પણ આ જ ખતરો છે એટલા માટે યુઝર્સને સોફ્ટવેર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આવા સાયબર હુમલાઓથી બચવા માટે, તમારા વિન્ડોઝ ડિવાઇસને સમયાંતરે અપડેટ કરતા રહો અને હંમેશા ઓટો અપડેટ ચાલુ રાખો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ કારણ કે તે તમારા ડિવાઇસ પર કેટલાક માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. આ સાથે જ સમય સમય પર તમારા ડેટાનો બેકઅપ લો અને તેને હંમેશા સુરક્ષિત ક્લાઉડ એકાઉન્ટ પર અપલોડ કરો. સમયાંતરે તમારા ઓનલાઈન એકાઉન્ટનો પાસવર્ડ બદલો અને હંમેશા મજબૂત પાસવર્ડ સેટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.