ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પેટ્રોલ વિના પણ 90 કિમી સુધી દોડશે આ SUV, જાણો ભારતમાં ક્યારે લૉન્ચ થશે
4 ફોટો ગેલેરી
Last Updated: 07:03 PM, 9 October 2026
1/4
ભારતીય ઓટો માર્કેટમાં એક નવું નામ જલ્દી જ દેખાવા જઈ રહ્યું છે. JSW મોટર્સ આ વર્ષે પોતાની પહેલી કાર સાથે માર્કેટમાં પ્રવેશ કરવા તૈયાર છે. અગાઉ વાત હતી કે દિવાળી પહેલાં લોન્ચ થઈ શકે પણ હવે કંપનીએ તારીખ આગળ વધારી છે. જેમાં 4 ડિસેમ્બરે તેની પહેલી SUV JSW કોમ્બેટ ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે.
2/4
ADVERTISEMENT
3/4
કારમાં 1.5 લિટરનું ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બો પેટ્રોલ એન્જિન અને 18.4 કિલોવોટ-અવરની બેટરી મળશે. બે ઇલેક્ટ્રિક મોટર સાથે ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ અને 3-સ્પીડ ડેડિકેટેડ હાઇબ્રિડ ટ્રાન્સમિશન હશું. આ સેટઅપ 360 હોર્સપાવર પાવર અને 610 ન્યૂટન-મીટર ટોર્ક આપશે. માત્ર ઇલેક્ટ્રિક મોડમાં 90 કિલોમીટર સુધી ચાલી શકે છે, જ્યારે પેટ્રોલ સાથે કમ્બાઈન રેન્જ 110 કિલોમીટર સુધી પહોંચી જાય છે. એટલે કે ફુલ ટેન્ક અને ફુલ ચાર્જ સાથે એક જ વારમાં ખૂબ લાંબી મુસાફરી શક્ય છે.
4/4
ડિઝાઇનમાં ભારતીય માર્કેટને અનુરૂપ થોડા ફેરફારો થઈ શકે છે. સ્પાય શોટ્સમાં બદલાયેલી હેડલાઇટ્સ, ફ્રન્ટ-રિયર બમ્પર અને કોમ્બેટ બેજિંગ જોવા મળ્યા છે. 20 ઇંચના એલોય વ્હીલ્સ, વ્હીલ આર્ચ ક્લેડિંગ, રૂફ રેલ્સ, પાછળ સ્પેર વ્હીલ માઉન્ટ અને વર્ટિકલ LED ટેલલાઇટ્સ જેવી વિશેષતાઓ મળશે. કિંમતની વાત કરીએ તો આ SUV 35 થી 40 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ થવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ