ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ત્રણ-ત્રણ બેટરી સાથે લૉન્ચ થઇ શકે છે આ ન્યૂ ફોન, લોન્ચિંગ પહેલા જ ડિટેલ્સ લીક

ટેક્નોલોજી / ત્રણ-ત્રણ બેટરી સાથે લૉન્ચ થઇ શકે છે આ ન્યૂ ફોન, લોન્ચિંગ પહેલા જ ડિટેલ્સ લીક

Published By: Nirav Kumar

Last Updated: 02:16 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમસંગ તેનો નવો ટ્રાઇફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોનને આખો ખોલવા પર તેની સ્ક્રીન 9.96 ઇંચની દેખાશે. આ ફોનમાં બેટરી રિબન કેબલથી જોડાયેલ હશે.

ADVERTISEMENT

સેમસંગનો નવો ટ્રાઇફોલ્ડ સ્માર્ટફોન 2025 માં લોન્ચ થઇ શકે છે. પરંતુ સેમસંગે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત નથી કરી. તાજેતરમાં ફાઇલ કરાયેલ આ ફોનની પેટન્ટમાં તેની ડિઝાઇનની મહત્વની જાણકારીઓ સામે આવી છે. આ Samsung Galaxy Z TriFold ના નામે આવી શકે છે. તેમાં G- સ્ટાઇલ ઇનવર્ડ ફોલ્ડિંગ મિકેનિઝમ હોઈ શકે છે. આ Samsung Galaxy Z TriFold ફોનને આખો ખોલવા પર તેની સ્ક્રીન 9.96 ઇંચની દેખાશે. આ ફોનમાં ત્રણ કનેક્ટેડ પેનલ હશે, જેમાં દરેકમાં તેની પોતાની બેટરી હશે. કેમેરા પેનલમાં સૌથી નાની બેટરી હશે કેમ કે કેમેરા મોડ્યુલ વધુ જગ્યા રોકે છે.

  • Galaxy Z TriFold માં ત્રણ બેટરી સેટઅપ

    Samsung Galaxy Z TriFold ની પેટન્ટ KIPRIS (Korea Intellectual Property Rights Information Service) પર જોવામાં આવી છે. પેટન્ટની ડ્રોઇંગ બહારથી Galaxy Z Fold 7 જેવી લાગે છે, પરંતુ તેની ઇન્ટરનલ ડિઝાઇન સંપૂર્ણ રીતે અલગ છે. આ ફોનમાં બેટરી રિબન કેબલથી જોડાયેલ હશે. બેટરીની સાઈઝ પહેલાથી ત્રીજા નંબર વધતી જશે. જેના કારણે કુલ બેટરી કેપેસિટી હાલના Foldables કરતા વધારે હોઈ શકે છે.

 

vtv app promotion

આ ફોનમાં કેમેરા પેનલમાં સૌથી નાની બેટરી હશે, જ્યારે ત્રીજી પેનલમાં સૌથી મોટી બેટરી હશે. પેટન્ટમાં બેટરીની વાસ્તવિક ક્ષમતાનો ઉલ્લેખ કરાયો નથી તેમ છતાં તે Galaxy Z Fold 7 ની 4400mAh બેટરી કરતા મોટી હોવાનો અંદાજ છે. કેમ કે TriFold ની મોટી ડિસ્પ્લે વધુ પાવર વાપરે છે.

  • ક્યારે થશે Galaxy Z TriFold લોન્ચ ?

સેમસંગ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન દક્ષિણ કોરિયાના Gyeongjuમાં યોજાનારી APEC Asia-Pacific Economic Cooperation) સમિટમાં Galaxy Z TriFold રજૂ થશે તેવી સંભાવના છે. તેના શરૂઆતના પ્રોડક્શનમાં આશરે 50,000 યુનિટ સુધી મર્યાદિત રહેવાની શક્યતા છે. આ ફોન શરૂઆતમાં માત્ર દક્ષિણ કોરિયા અને ચીનમાં જ ઉપલબ્ધ થઈ શકે છે.

વધુ વાંચો : હવે ChatGPTથી થઇ જશે ડાયરેક્ટ UPI પેમેન્ટ? મેળવો જાણકારી

  • Galaxy Z TriFold ના સંભવિત ફીચર્સ  
    આ Galaxy Z TriFoldના ફીચરમાં સંપૂર્ણ રીતે ફોલ્ડ કરવા પર  9.96-ઇંચની ડિસ્પ્લે જોવા મળશે. તેમાં Snapdragon 8 Elite પ્રોસેસર મળી શકે છે.  જેમાં સિલિકોન-કાર્બન બેસ્ડ બેટરી પણ હશે. જો તેના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં 200MP પ્રાઈમરી સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trifold Smartphone Samsung Smartphone Galaxy Z TriFold

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ