બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / હવે ChatGPTથી થઇ જશે ડાયરેક્ટ UPI પેમેન્ટ? મેળવો જાણકારી
Last Updated: 04:32 PM, 10 October 2025
OpenAI દિવસેને દિવસે પોતાનું વ્યાપ વધારતું જાય છે. હવે OpenAI ના ChatGPTમાં તમે UPI પેમેન્ટ પણ કરી શકશો. એના માટે OpenAIએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ફિનટેક કંપની Razorpay સાથે પાર્ટનરશિપ કરી છે. ભારતમાં AI ચેટબોટ સાથે રીઅલ-ટાઇમ પેમેન્ટ નેટવર્કને ઇન્ટિગ્રેટ કરવાનો આ પહેલો પ્રયાસ છે. જેથી યુઝર્સ ચેટ ઇન્ટરફેસ દ્વારા તેમની ખરીદી પણ કરી શકશે.
ADVERTISEMENT
આ પાર્ટનરશિપની જાહેરાત 9 ઓક્ટોબરના રોજ કરાઈ હતી. હાલમાં તે પાયલોટ રીતે ચાલી રહી છે. દરમિયાન OpenAI ટેસ્ટિંગ કરશે કે AI એજન્ટ કેવી રીતે સુરક્ષિત, તેઝ અને યુઝર કંટ્રોલ્ડ રીતે ટ્રાન્ઝેક્શન્સ કરી શકે છે. હાલમાં આ પ્રોસેસ ટેસ્ટિંગ ફેઝમાં છે. જો આ ટ્રાયલ સફળ થાય તો તેને મોટા પાયે લાગુ કરવામાં આવશે. અત્યારે માત્ર સિલેક્ટેડ યુઝર્સ જ તેનો ઉપયોગ અમુક પ્લેટફોર્મ પર કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે ટાટા ગ્રુપના ઈ-કોમર્સ પ્લેટફોર્મ બિગબાસ્કેટ પર ખરીદી કરી રહ્યા હોવ તો ChatGPT થી પેમેન્ટ કરી શકો છો. આમ બિગબાસ્કેટ પર પહેલી એવી સર્વિસ છે જ્યાં આ રીતે ChatGPT થી પેમેન્ટ થઇ શકે છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં એક્સિસ બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંક બેંકિંગ પાર્ટનર છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ UPI સિસ્ટમથી થાય છે, લગભગ 80 ટકા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ UPI દ્વારા થાય છે. તો OpenAIએ તેના ChatGPT યુઝર્સ માટે "ઇન્સ્ટન્ટ ચેકઆઉટ" ફીચર પણ શરૂ કર્યું છે જે તેમને ચેટ છોડ્યા વગર ખરીદી પુરી કરવાની પરમીશન આપશે. આ ફીચર લોકો માટે ખરીદીને માત્ર સરળ જ નહીં બનાવે પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ અને વિક્રેતાઓ માટે નવા મોકા પણ ખોલશે. જેથી હવે આગામી સમયમાં ઓનલાઈન શોપિંગની દુનિયામાં એક મોટો ફેરફાર જોવા મળવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.