ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / કિડની ખરાબ થતાં આંખમા દેખાય છે આ 4 સંકેત, ભૂલથી પણ ઈગ્નોર ન કરતાં
Last Updated: 01:35 AM, 26 November 2025
ADVERTISEMENT
જ્યારે શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા પેદા થાય ત્યારે અમુક સંકેતો મળવાનું શરુ થાય છે. પરંતુ ઘણા લોકો તેને અવગણે છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો આ અંગે પોતાના અનુભવ શેર કરી ચુક્યા છે. આજે અમે તમને આવો એક કીડની સંબંધિત કેસ જણાવીશું. જેમાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તે જેને આંખની સામાન્ય સમસ્યા માનતી હતી તે કિડની ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિનું લક્ષણ હતું.
ADVERTISEMENT
આ મહિલાએ પોસ્ટમાં સમજાવ્યુ હતું કે શરૂઆતમાં લક્ષણો ખૂબ જ સમાન્ય હતા, જેમ કે ઝાંખી દ્રષ્ટિ, આંખો ભારે થવી અને આંખોની આસપાસ સોજો. જેથી તેને લાગ્યું કે કદાચ તેના ચશ્માંના નંબર બદલાઈ ગયા હશે છે. પણ જ્યારે તે ડૉક્ટર પાસે ગઈ ત્યારે તે ચોંકી ગઈ હતી. ડોક્ટરોએ ટેસ્ટ કર્યા અને કહ્યું કે તેની કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આમ એક સામાન્ય આંખની સમસ્યા ગંભીર બીમારીની છુપાયેલી નિશાની હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, કિડનીની સમસ્યાઓ ઘણીવાર આંખો દ્વારા દેખાય છે. જેમ કે આંખોની આસપાસ સોજો, આંખોમાં ભારેપણું, ઝાંખી દ્રષ્ટિ અથવા દ્રષ્ટિ ગુમાવવી. જે રક્તવાહિનીઓ સાથે સંબંધિત હોય છે. કિડનીની સમસ્યાઓ ઘણીવાર ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સાથે પણ જોડાયેલી હોય છે. જ્યારે આ બંનેને કંટ્રોલ કરવામાં ન આવે ત્યારે તે શરીરની નાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જે આંખોની ચેતાને પણ અસર કરે છે.

ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, સતત ઝાંખી દ્રષ્ટિ, આંખો પાસે ફોલ્લીઓ અથવા કાળા ડાઘા, વસ્તુઓ આડી અવળી દેખાવી અથવા અચાનક દ્રષ્ટિ ગુમાવવી એ કિડની રોગના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ મુજબ જો કોઈને દ્રષ્ટિમાં અચાનક ફેરફાર અથવા સતત ઝાંખી દ્રષ્ટિનો અનુભવ થાય તો તેઓએ સૌ પહેલા તેનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. જો આમાંથી કઈ પણ વધેલું હોય અથવા જો આંખની સમસ્યા ચાલુ રહે તો તમારે તરત જ કિડની સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ લક્ષણો ઘણીવાર કિડની સમસ્યાનો સંકેત હોય છે.
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT