બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીથી બચવા માટે 3 જાદુઇ રીત, જે પૂરી ગરમી શરીરને રાખો કૂલ અને હેલ્દી

હેલ્થ ટિપ્સ / ગરમીથી બચવા માટે 3 જાદુઇ રીત, જે પૂરી ગરમી શરીરને રાખો કૂલ અને હેલ્દી

Bijal Vyas

Last Updated: 09:42 AM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ આ કાળઝાળ ગરમીથી પોતાને બચાવવા માંગો છે. કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ ઋતુમાં હીટસ્ટ્રોક, થાક અને પેટની બીમારીઓ એક સામાન્ય સમસ્યા બની શકે છે

​આ વર્ષે માર્ચ મહિનામાં મે અને જૂન જેવી ગરમી અનુભવાઈ રહી છે. ભારે ગરમી અને તડકાથી પોતાને કેવી રીતે બચાવી શકાય? જો તમે આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાને છો. ન્યૂટ્રિશનિસ્ટનું કહેવુ છે કે, ગરમીથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તો, આવો વધુ વિલંબ કર્યા વિના તે ટિપ્સ વિશે જાણીએ...

દરેક વ્યક્તિ આ કાળઝાળ ગરમીથી પોતાને બચાવવા માંગો છે. કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ ઋતુમાં હીટસ્ટ્રોક, થાક અને પેટની બીમારીઓ એક સામાન્ય સમસ્યા બની શકે છે, ખાસ કરીને મેનોપોઝમાંથી પસાર થતી સ્ત્રીઓ માટે.

ઉનાળામાં સ્વસ્થ કેવી રીતે રહેવું

  • નાળિયેર પાણી અને સબજા સીડ્સ: ઉનાળો આપણા શરીરમાંથી પાણી ઓછું કરે છે, જેના કારણે આપણે સુસ્તી અનુભવીએ છીએ. દરરોજ બપોરે 12 વાગ્યા પહેલા એક ગ્લાસ નાળિયેર પાણી પીવુ જોઇએ.
  • તે કેવી રીતે લેવું: નાળિયેર પાણીમાં એક ચમચી સબજા સીડ્સ મિક્સ કરીને પીવો. ઉલ્લેખનીય છે કે, સબજા અને ચિયા બીજ અલગ છે; તમારે અહીં સબજા બીજનો ઉપયોગ કરવો જોઈએ.
  • ફાયદા: નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ, પોટેશિયમ અને મેંગેનીઝ હોય છે. તે એક કુદરતી શીતક છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચનમાં સુધારો કરી શકે છે.

coconut-oil-new-logo
  • બપોરના ભોજનમાં દહીં કે છાશ: બપોરના ભોજનમાં દહીં કે છાશ જરુરથી લો..
  • શું કરવું: બપોરના ભોજનમાં દહીં કે છાશ લો, પરંતુ તાજો શેકેલો જીરું પાવડર ઉમેરવાનું ભૂલશો નહીં.
  • ફાયદા: દહીં અને જીરું બંને ઠંડક આપે છે. તે તમારા પેટને શાંત કરે છે.
Milk And Curd
  • સાંજના ડિનર બાદ કેળા: કેળા માત્ર એક ફળ નથી, તે પેટની દરેક સમસ્યાનો ઉકેલ છે. એક્સપર્ટ અનુસાર, સાંજે અથવા રાત્રિભોજન પછી કેળું ખાવું જરૂરી છે.
  • ફાયદા: કેળા પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે કારણ કે તે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. તે સવારે તમારા પેટને હળવું અને સાફ રાખવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ જમવાની સાથે કે કેટલી વાર પછી પાણી પીવુ જોઇએ? શું કહે છે આયુર્વેદ

મહિલાઓ માટે કેમ ખાસ છે આ ટિપ્સ?

ખાસ કરીને પેરીમેનોપોઝ અથવા મેનોપોઝમાં રહેલી સ્ત્રીઓનો ઉલ્લેખ કર્યો. આ ઉંમર દરમિયાન હોર્મોનલ ફેરફારો પાચન ધીમું કરી શકે છે અને ગેસનું ઉત્પાદન વધારી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

summer beat Health Tips Healty Summer Tips
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ