બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 12 ઓગસ્ટે લાગશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, રાત્રે 9:04થી શરૂ! જાણો ભારતમાં દેખાશે કે નહીં, સૂતક કાળ સહિત સંપૂર્ણ માહિતી

photo-story

7 ફોટો ગેલેરી

Surya Grahan 2026 / 12 ઓગસ્ટે લાગશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, રાત્રે 9:04થી શરૂ! જાણો ભારતમાં દેખાશે કે નહીં, સૂતક કાળ સહિત સંપૂર્ણ માહિતી

Last Updated: 08:41 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Grahan 2026: શ્રાવણ શિવરાત્રીના તરત પછીના દિવસે, એટલે કે 12 ઓગસ્ટે થનારું સંપૂર્ણ સૂર્યગ્રહણ જ્યોતિષીય અને ખગોળીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે; તે રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિએ 1:27 વાગ્યે સમાપ્ત થશે.

1/7

photoStories-logo

1. સૂર્યગ્રહણનો દિવસ અને સમય

આ વર્ષે શ્રાવણ શિવરાત્રી 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે અને તેના બીજા જ દિવસે, એટલે કે 12 ઓગસ્ટે, વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થશે. આ એક સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. ખગોળીય અને જ્યોતિષીય એમ બંને દ્રષ્ટિકોણથી આ ગ્રહણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 12 ઓગસ્ટે શ્રાવણ મહિનાની 'હરિયાળી અમાવસ્યા' પણ છે, જે આ દિવસના ધાર્મિક મહત્વમાં વધુ વધારો કરે છે. ભારતીય માનક સમય અનુસાર, 12 ઓગસ્ટે સૂર્યગ્રહણ રાત્રે 9:04 વાગ્યાથી મોડી રાત્રે 1:27 વાગ્યા સુધી રહેશે. તે રાત્રે 11:17 વાગ્યે તેની ચરમસીમા પર હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ ?

જ્યોતિષીય અને ખગોળીય ગણતરીઓ અનુસાર, 12 ઓગસ્ટ 2026 ના રોજ થનાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમયાનુસાર, આ ગ્રહણ રાત્રિના સમયે થવાનું હોવાથી, તે ભારતમાં દેખાશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 12 ઓગષ્ટના રોજ સૂર્યગ્રહણનો નજારો ક્યાં ક્યાં દેખાશે?

ખગોળીય ગણતરીઓ અનુસાર, 12 ઓગસ્ટે થનારું સંપૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધના વિસ્તારોમાં જોવા મળશે. તે ખાસ કરીને ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન, રશિયા અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. બીજી તરફ, મોટાભાગના યુરોપિયન દેશો, ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો અને વાયવ્ય આફ્રિકામાં તે આંશિક સૂર્યગ્રહણના રુપમાં દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સૂતક કાળ માન્ય થશે કે નહીં?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ સાથે સંકળાયેલ 'સૂતક'નો સમયગાળો ગ્રહણ શરૂ થવાના બરાબર 12 કલાક પહેલાં શરૂ થાય છે. જોકે, સૂતક અંગેના નિયમો ફક્ત એવા સ્થળોએ જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ સીધું જોઈ શકાય છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી ત્યાં સૂતક પાળવામાં આવશે નહીં. મંદિરોના દ્વાર ખુલ્લા રહેશે અને તમામ ધાર્મિક તથા શુભ કાર્યો સામાન્ય રીતે કરી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી કેમ ખાસ છે આ ગ્રહણ?

જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેમ છતાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અને નક્ષત્રોમાં થતા ફેરફારો તમામ 12 રાશિઓ પર અસર કરે છે. 12 ઓગસ્ટે થનારા આ ગ્રહણ દરમિયાન, મંગળ, બુધ અને રાહુ-કેતુ ધરીના 'સમસપ્તક' પ્રભાવને કારણે મિથુન રાશિમાં ગ્રહોની એક વિશેષ સ્થિતિ સર્જાઈ રહી છે. પરિણામે, કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે, જ્યારે અન્ય રાશિઓએ સાવચેતી રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કઇ રાશિ માટે સકારાત્મ અને કઇ રાશિએ રહેવુ પડશે સાવધાન?

જ્યોતિષીઓના મતે, સિંહ, કુંભ, મેષ અને મકર રાશિના જાતકોએ પોતાની વાણી, રોકાણ અને સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમણે આર્થિક બાબતોમાં સાવધ રહેવાની જરૂર છે. મિથુન, તુલા અને ધન રાશિના જાતકો માટે, આ સમયગાળો કારકિર્દી અને આર્થિક બાબતોમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સૂર્યગ્રહણના દિવસે શું કરવું ?

ગ્રહણ દરમિયાન ભગવાન સૂર્યના મંત્રો અથવા મહામૃત્યુંજય મંત્રનો માનસિક જાપ કરવો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. હરિયાળી અમાવસ્યા અને ગ્રહણ એક જ દિવસે હોવાથી, આ દિવસે જરૂરિયાતમંદોને તલ, વસ્ત્રો, અનાજ કે ધનનું દાન કરો. હરિયાળી અમાવસ્યાના દિવસે છોડ વાવવો અત્યંત શુભ માનવામાં આવે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

surya grahan 2026 timings visibility in india sutak kaal niyam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ