બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે Google Pixel 11 સિરીઝ! જાણો ફીચર્સ અને કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / આ અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે Google Pixel 11 સિરીઝ! જાણો ફીચર્સ અને કિંમત

Last Updated: 09:06 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pixel 11 સિરીઝમાં ઘણા મોટા અપગ્રેડ્સ જોવા મળશે. લોન્ચિંગ પહેલાં સામે આવેલી માહિતી (લીક્સ) મુજબ, આ ફોનની શરૂઆતની કિંમત આશરે 85,500 રુપિયા હોઈ શકે છે, જ્યારે Pro મોડેલની કિંમત 1 લાખથી વધી શકે છે.

1/5

photoStories-logo

1. ભારતમાં લોન્ચ થશે Google Pixel 11 સિરીઝ

ગૂગલની નવી Pixel 11 સિરીઝ માટેની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ગૂગલ Pixel 11 સિરીઝ આ અઠવાડિયે ભારતમાં આવી શકે છે. Pixel 11 સિરીઝ માટેનું Made by Google લોન્ચ ઈવેન્ટ 12 ઓગસ્ટ, 2026ના રોજ યોજાવાનું છે. ભારતમાં આ ઈવેન્ટ 13 ઓગસ્ટના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે શરૂ થશે. આ સિરીઝમાં Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL અને Pixel 11 Pro Fold જેવા મોડલ્સનો સમાવેશ થવાની આશા છે. લોન્ચિંગ પહેલાં જ તેની કિંમતથી લઈને પ્રોસેસર, કેમેરા, બેટરી અને ડિસ્પ્લે સુધીની ઘણી મહત્વપૂર્ણ વિગતો લીક થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. Pixel 11માં મળશે નવા Tensor G6 ચિપસેટ

લીક થયેલી માહિતી અનુસાર, Google Pixel 11માં કંપનીની નવી Tensor G6 ચિપસેટ જોવા મળી શકે છે. આ ફોનમાં 12GB અને 16GB RAMના વિકલ્પો મળવાની આશા છે, જ્યારે સ્ટોરેજ માટે 256GB અને 512GBના વિકલ્પો હોવાનું કહેવાય છે. Pixel 11માં 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરતી 6.3-ઇંચની Actua OLED ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં Titan M3 સિક્યુરિટી કો-પ્રોસેસરનો પણ સમાવેશ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેમેરા અને બેટરીમાં પણ મોટો અપગ્રેડ

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Pixel 11માં 48MPનો મુખ્ય કેમેરા અને 13MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે 10.5MPનો ફ્રન્ટ કેમેરા હોવાની અપેક્ષા છે. અહેવાલો સૂચવે છે કે, આ ફોનમાં 4,985mAhની બેટરી હશે, જે સંભવિતપણે 30W વાયર્ડ ચાર્જિંગ અને Qi2 વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ઉપરાંત, આ ફોન Android 17 પર ચાલી શકે છે અને તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરનો સમાવેશ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Pixel 11 Proથી Fold સુધી, કેટલી હશે કિંમત?

લીક થયેલી માહિતી અનુસાર, Pixel 11ની શરૂઆતની કિંમત લગભગ 85,500 રુપિયા હોઈ શકે છે. Pixel 11 Proની કિંમત લગભગ 1.05 લાખ રુપિયા રહેવાની ધારણા છે, જ્યારે Pixel 11 Pro XLની કિંમત લગભગ 1.24 લાખ રુપિયા હોવાનું અનુમાન છે. બીજી તરફ, Pixel 11 Pro Foldની કિંમત લગભગ 1.81 લાખ રુપિયા હોઈ શકે છે. જોકે, આ કિંમતો લીક થયેલી માહિતી પર આધારિત છે અને ઓફિશિયલ કિંમતની પુષ્ટિ માત્ર લોન્ચિંગ સમયે જ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લોન્ચ પહેલા જાણી લો આ જરુરી વાત

Pixel 11 સિરીઝ અંગેની તમામ માહિતી હાલમાં લીક્સ અને અહેવાલો પર આધારિત છે. આ સિરીઝમાં Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL અને Pixel 11 Pro Foldનો સમાવેશ થવાની અપેક્ષા છે. આ મોડલ્સમાં નવી ચિપસેટ્સ, હાઈ-રિફ્રેશ-રેટ ડિસ્પ્લે, સુધારેલા કેમેરા અને મોટી બેટરી જેવા અપગ્રેડ્સ જોવા મળી શકે છે. જોકે, કિંમત, ફીચર્સ અને લોન્ચ અંગેની વિગતોની ગૂગલ દ્વારા ઓફિશિયલ પુષ્ટિ થયા પછી જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

India Launch This Week Google Pixel 11 Series Price Features and Leaks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ