બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર સચિવાલયમાં લાગી ભયાનક આગ, ધૂમાડો એવો કે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક લગાવવો પડ્યો
Last Updated: 09:29 AM, 10 August 2026
આજે વહેલી સવારે ગાંધીનગર નવા સચિવાલયના બ્લોક નંબર-9ના ભોંયરામાં આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે બેઝમેન્ટમાં રહેલા જૂના રેકોર્ડ્સ અને દસ્તાવેજો બળીને ખાખ થયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
નવા સચિવાલયના બ્લોક નંબર 9માં લાગી આગ
નવા સચિવાલયના બ્લોક નંબર 9માં આગનો બનાવ બન્યો હતો જોકે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે જુના ઘણા રેકોર્ડ ખાખ થઈ ગયા હતા.
ADVERTISEMENT
આગ બાદ ધૂમાડા માટે જગ્યા ન રહી
ADVERTISEMENT
ચોંકાવનારી વાત તો એ છે કે આગ બાદ ધૂમાડો નીકળવા માટેની પણ જગ્યા રહી નહોતી. ફાયરના જવાનોએ ઓક્સિજનનો કરવો પડ્યો ઉપયોગ કરવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.