બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર આપઘાત કેસમાં મોટો ખુલાસો, તપાસમાં સામે આવી ભયાનક હકીકત

ક્રાઈમ / સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર આપઘાત કેસમાં મોટો ખુલાસો, તપાસમાં સામે આવી ભયાનક હકીકત

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 10:15 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સિવિલ હોસ્ટેલ ડોક્ટર આપઘાત કેસમાં એક ભયાનક હકીકત સામે આવી છે જે જાણીને ચોંકી જવાય તેવું છે.

સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે. 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. આ હકીકત સામે આવ્યાં બાદ ચારેય વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે તેમને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ પણ કરાયાં છે.

શું હતો બનાવ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ડૉ. હર્ષે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો : ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય, ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે

કોણ હતા મૃતક

મૃતક ડૉ. હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અને અપરિણીત હતા. તેઓ સુરત સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat news Surat crime Surat

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ