બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં PG યુવતીના દુ*ર્ષ્કમીને ઝડપવા 'સફારી' કામ કરી ગઈ નહીંતર ન પકડાત, રસપ્રદ છે આખી કહાની

ક્રાઈમ / અમદાવાદમાં PG યુવતીના દુ*ર્ષ્કમીને ઝડપવા 'સફારી' કામ કરી ગઈ નહીંતર ન પકડાત, રસપ્રદ છે આખી કહાની

Published By: Hiralal Parmar

Last Updated: 10:59 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આરોપી ધર્મસિંહે પીજી યુવતી સાથે દુ*ષ્કર્મ કર્યાં બાદ શું કર્યું અને તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદમાં પીજીની યુવતી સાથે થયેલ દુ*ષ્કર્મ કેસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તપાસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આવા એક મોટા ખુલાસામાં આરોપી જોધપુર ગામથી સીધો હેબતપુર વિસ્તાર બાજુ ભાગ્યો હતો અને ત્યાં જ યુવતીનો મોબાઈલ ફોન ફેંક્યો હતો પરંતુ પોલીસે એવું દિમાગ લગાડ્યું કે આરોપી સવારના પહોરમાં ઝડપાઈ ગયો હતો.

10 ટીમો બનાવીને ઝડપી પાડ્યો

બનાવ બાદ તરત રાતે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી તપાસમાં લાગી ગઈ. જે સોસાયટીમાં બનાવ બન્યો ત્યાંથી એક બાદ એક CCTV ચેક કર્યા અને હાથથી મેપ તૈયાર કર્યો. આખીરાત દોડધામ કર્યા બાદ અંતે સવારે હેબતપુર પહોંચી અને દુષ્કર્મીને ઝડપી પાડ્યો હતો.

સફારી પહેરલો વ્યક્તિ આરોપી ધર્મસિંહ જ નીકળ્યો

આરોપી ઇસ્કોન પાસે એસ.જી હાઈવે તરફ જતો દેખાતો હતો જેથી પોલીસની ટીમ તે તરફ જવા લાગી હતી.આરોપીએ સફારી પહેરી હતી જેથી તમામ ટીમને સફારી વાળો વ્યક્તિ શોધવાની સૂચના આપવામાં આવી હતી.આરોપી ઇસ્કોન પાસે એસ.જી હાઈવે તરફ જતો દેખાતો હતો જેથી પોલીસની ટીમ તે તરફ જવા લાગી હતી.આરોપીએ સફારી પહેરી હતી અને રહેતો પણ સોસાયટીમાં ઓરડીમાં જ હતો. સવારે 6 વાગી સુધી પોલીસ આરોપીને શોધતી રહી હતી પરંતુ આરોપી પોલીસના હાથે લાગ્યો નહતો. હેબતપુર પાસે સવારે સાડા સાત વાગ્યે પોલીસની નજર સફારી પહેરીને જઈ રહેલા એક વ્યકિત પર પડી. પકડીને ચેક કરતા ધર્મસિંહ જ નીકળ્યો હતો.

વધુ વાંચો : દુષ્કર્મના આરોપીએ મધરાતે અમદાવાદ સિવિલમાં PIની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળી મારી, શું બન્યું?

શું બનાવ બન્યો હતો

આનંદનગરની સોસાયટીમાં PGમાં રહેતી યુવતી પર તેની જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. રાતે જ્યારે યુવતી ડિનર કરીને ધાબા પર મોબાઈલમાં વાત કરવા ગઈ ત્યારે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ