બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત, CM ભૂપેન્દ્ર પટેલ જોડાયા, અમદાવાદમાં યાત્રાના દિવસમાં ફેરફાર કરાયો
Last Updated: 11:24 AM, 10 August 2026
ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તીરંગા યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરના ગ-6 સર્કલ થી ઘ-6 સર્કલ સુધી તીરંગા યાત્રા યોજાઈ હતી.
ADVERTISEMENT
લોકો મોટી સંખ્યામાં જોડાયા
ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ સોમવારે ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવી યાત્રાઓ યુવા પેઢીમાં દેશપ્રેમની ભાવના મજબૂત બનાવે છે અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અવસર આપે છે.
ADVERTISEMENT
યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નિર્ધારિત સ્થળે પહોંચી
યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નિર્ધારિત સ્થળે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ADVERTISEMENT
શું બોલ્યાં જગદીશ વિશ્વકર્મા
ADVERTISEMENT
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એવું કહ્યું કે તિરંગા 140 કરોડ ભારતીયોનુ સ્વાભિમાન છે. તેમણે કહ્યું કે દરેક શહેરોમાં તિરંગા યાત્રા યોજાશે.
અમદાવાદમાં યાત્રાના દિવસમાં ફેરફાર
ADVERTISEMENT
અમદાવાદમાં હવે 11ને બદલે 12 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.