બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન નમાઝ, કર્મચારીનો VIDEO વાયરલ
Last Updated: 11:51 AM, 10 August 2026
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન એક કર્મચારી દ્વારા જાહેરમાં નમાઝ અદા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં દવાબારી વિભાગનો કર્મચારી પોતાની ફરજ દરમિયાન જ નમાઝ અદા કરતો જોવા મળે છે. આ ઘટનાએ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ વચ્ચે ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર, વીડિયો સિવિલ હોસ્પિટલના દવાબારી વિભાગનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કર્મચારી પોતાનું કામ છોડીને નમાઝ અદા કરી રહ્યો છે. તે દરમિયાન દવા લેવા માટે આવેલા લોકો પોતાની વારીની રાહ જોતા જોવા મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે દવા લેવા આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને થોડો સમય રાહ જોવી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલ જેવી જાહેર સેવા આપતી સંસ્થામાં ફરજ દરમિયાન કર્મચારીએ પોતાની જવાબદારી પૂર્ણ કર્યા વગર આ રીતે જાહેરમાં નમાઝ અદા કરવી યોગ્ય છે કે નહીં. બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે દર્દીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે સૌથી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
ADVERTISEMENT
જૂનાગઢ સિવિલમાં કર્મચારીનો VIDEO વાયરલ, ફરજ દરમિયાન નમાઝનો દાવો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 10, 2026
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાબારીના એક કર્મચારીનો નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કર્મચારી ચાલુ ફરજ દરમિયાન જાહેર સ્થળે નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ… pic.twitter.com/IdwKBKwkC7
વીડિયોમાં દેખાતા દૃશ્યોને લઈને હોસ્પિટલની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કારણ કે હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અને દવા લેવા માટે આવે છે. આવી સ્થિતિમાં જો ફરજ પર રહેલો કર્મચારી પોતાનું કામ થોડા સમય માટે પણ બંધ રાખે તો દર્દીઓને રાહ જોવી પડી શકે છે અને કામગીરી પર તેની અસર પડી શકે છે. લ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકો વિવિધ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. વીડિયોમાં દવાબારીનો કર્મચારી ચાલુ ફરજ દરમિયાન નમાઝ અદા કરતો જોવા મળે છે અને તે દરમિયાન દવા લેવા આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે નહીં, તેની માહિતી હાલમાં ઉપલબ્ધ નથી. જોકે વાયરલ થયેલા વીડિયાના આધારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને હોસ્પિટલની ફરજ દરમિયાન કર્મચારીઓની જવાબદારી તેમજ દર્દીઓને મળતી સેવાઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.