બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / VTV વિશેષ / There will be drastic changes in the politics of Gujarat after the Lok Sabha elections

VTV સ્પેશ્યલ / ગુજરાત ભાજપમાં ટાંટિયાખેંચનું વધતું ચલણ, બે કિસ્સાએ દિલ્હી દરબારને ચોંકાવ્યા, ધરખમ ફેરફારના એંધાણ

Vishal Khamar

Last Updated: 07:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ સચિવાલયનાં અધિકારીઓ દ્વારા હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ ધારાસભ્યનું સરકારી બાબુઓ કંઈ સાંભળતા ન હોવાની અનેક રજૂઆતો થઈ છે. સરકારે જ અધિકારીનું કૌભાંડ ખુલ્લુ પાડતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો, વાંચો ડિટેઈલમાં

સંજય વિભાકર, ગાંધીનગર 

 ઉલ્ટી ગંગા, કોંગ્રેસ બાદ ભાજપના બે ઉમેદવારોની પણ ચૂંટણી લડવાની ના....
આમ તો ચૂંટણીમાં ભાજપનું પ્લાનિંગ અને તેના શિસ્તની ચર્ચા ડિબેટનો વિષય હોય છે. પણ આ વખતે ગુજરાતમાં અણધાર્યું બન્યું..પહેલા કોંગ્રેસમાં થતું આવ્યું છે તેવું ગુજરાત ભાજપમાં ઈતિહાસમાં પહેલી વખત બન્યું, અચાનક જ રંજનબેનની અંતરઆત્મા જાગ્યો અને સોશિયલ મીડિયાથી ચૂંટણી ન લડવાની જાહેરાત થઈ, ગણતરીની કલાકોમાં જ સાબરકાંઠામાં પણ વડોદરાવાળી થઈ અને ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ચોખ્ખી ના કહી, આ વાત દેખીતી રીતે સામાન્ય નથી કોઈ પણ રાજકીય પંડિતને પણ ગળે ઉતરે એવી નથી કે ભાજપ ટિકિટ આપે અને કોઈ ના કહે, તો અંદરખાને થયું શું હશે? અહીં જ્યોતિબેન પંડયાની હકાલપટ્ટી અને કેતન ઈનામદારના રાજીનામાં બાદનો યુ ટર્ન પણ આંખે વળગે એવો છે. ચૂંટણી ટાણે સમગ્ર ઘટના ગુજરાત ભાજપ માટે ડાઘ સમાન બની ગઈ છે જેના પડઘા દિલ્હી સુધી ગુંજ્યા છે. રાજકીય પંડિતોનું માનીએ તો કદાચ જૂથવાદ સામે બંને નેતાએ હથિયાર હેઠા મક્યા હોઈ શકે અથવા તો ઉપરથી ઓર્ડર અને હારનો ડર, ઘણી ચર્ચાઓ થઈ છેલ્લે ભાજપે બધુ સુપારે પાર પાડ્યું અને વડોદરા અને સાબરકાંઠા બંને બેઠકો પર ઉમેદવાર બદલી કાઢ્યા, પણ એક સવાલ હજુ રાજકીય વર્તુળોમાં ગુંજે છે શાંત પાણીમાં કાંકરીચાળો કેમ થયો?

gandhinagar-today-s-special-meeting-of-bjp-in-kamalam

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થશે
લોકસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજકારણમાં મોટા અને ધરખમ ફેરફારો થશે એ પ્રકારની ચર્ચા ગાંધીનગરમાં શરૂ થઈ છે. વિજય રૂપાણી સરકારની હકાલપટ્ટી બાદ ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે. તેમના કાર્યકાળમાં જ ભાજપે ગુજરાત વિધાનસભાની 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. આમછત્તા હાલની સરકારની કામગીરીથી ભાજપ હાઈકમાન્ડને સંતોષ ન હોવાનુ લાગી રહ્યું છે. દીલ્હીના મોટા નેતાઓને જે અપેક્ષા હતી તે પૂરી થઈ નથી. ઉપરાંત હાલની સરકારમાં મોટાભાગની મંત્રીઓને ખાસ કોઈ અનુભવ નથી. પોતાના ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે પણ તેમને સેટ થતુ નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુબ જ સીધાસાદા હોવાથી તેમને રાજકારણના આટાપાટા સમજાતા નથી. તેમનો સરળ સ્વભાવ પણ અન્ય કેટલાક નેતાઓને નડી રહ્યો છે. તેઓ ખોટા કામની ભલામણ કરવાની ચોખ્ખી ના પાડી દે છે. બીજી બાજુ અન્ય મંત્રીઓની કામગીરીથી પણ સમાજમાં સારો મેસેજ નથી જતો. લોકો પોતાના સાચા કામો માટે પણ ધક્કા ખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં સરકારમાં મોટો બદલાવ જરૂરી હોવાની સચિવાલયમા ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી બાદ સરકાર અને ભાજપ સંગઠનમાં જબરજસ્ત ઉથલપાથલ થઈ શકે છે.

Offered to give

IAS અધિકારીઓને હવે જુન સુધી સચિવાલયમાં શાંતિ, કોઈ હસ્તક્ષેપ નહી કરે 
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જે રીઝલ્ટ સુધી એટલે કે 4થી જૂન સુધી રહેશે. આચારસંહિતા શરૂ થઈ ગયા બાદ ચૂંટણી પંચના આદેશનો જ અધિકારીઓએ અમલ કરવાનો હોય છે. પોતાના વિભાગના મંત્રી તેમને કોઈ જ આદેશ આપી શકતા નથી.આચારસંહિતાને લીધે સરકારના મંત્રીઓ કોઈ પોલીસી વિષયક નિર્ણયો કરી શકતા નથી. નવી કામો આપી શકતા નથી. મંત્રીઓ કેબિનેટની બેઠક પણ બોલાવી શકતા નથી. માત્ર મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સચિવોની બેઠક મળતી હોય છે. મંત્રીઓ દ્રારા મીટીંગો પણ થતી નથી. કોઈ નવા પ્રોજેક્ટની વાત નથી. મંત્રીઓનો સરકારી તંત્ર પર કોઈ જ હસ્તક્ષેપ રહેવાનો નથી. કામનુ પણ કોઈ ભારણ કે દબાણ નહી રહે. જેથી ચૂંટણીના બે મહિના સુધી ઉચ્ચ અધિકારીઓને શાંતિ લાગશે. આ સંદર્ભમાં સિનિયર આઈએએસ અધિકારીઓ કહે છે કે,ચૂંટણીના બેથી અઢી મહિનાના આ સમયમાં આમે   ક્વોલીટી વર્ક કરી શકીએ છીએ. આ સમયમાં અમો આગામી વર્ષોમાં શું અને કેવા નવા પ્રોજેક્ટો તેમજ વિવિધ વિભાગોની નવી નીતિઓ લાવવી તેની તૈયારીઓ કરીએ છીએ. આચારસંહિતા ઉઠી ગયા બાદ આ તૈયારીઓ ઘણી જ કામમા આવે છે અને કામો ફટોફટ થઈ જાય છે.

વધુ વાંચોઃ 5 લાખનો ટાર્ગેટ..કઈ કઈ બેઠક પર ભાજપને પડશે તકલીફ, નામ મોટા દર્શન ખોટા જેવો ઘાટ!

ખુદ સરકારે જ GIDCના ટોચના અધિકારીઓના કૌભાંડને ખુલ્લુ પાડ્યુ 
છેલ્લા ઘણા વર્ષોથી GIDC-ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ડેવલપમેન્ટમાં કૌભાંડો ચાલી રહ્યાં છે. જૂલાઈ 2023માં ટોચના અધિકારીઓએ મિલી ભગતથી કેટલીક GIDCને સેચ્યુરેટેડ જાહેર કરી દીધી હતી. GIDCએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યુ હતુ કે, 90 ટકા કે તેનાથી વધુ પ્લોટોની ફાળવણી થઈ ગઈ હોઈ તેવી GIDCને સેચ્યુરેટેડ જાહેર કરવી અનિવાર્ય છે. કુલ 162 જીઆઈડીસીને સેચ્યુરેટેડ તરીકે જાહેર કરાઈ છે. એટલે કે આવી GIDCની અંદર હવે કોઈ પ્લોટ ખાલી નથી. પરંતુ સરકાર સમક્ષ કોઈએ ફરિયાદ કરી કે પ્લોટો ખાલી જ છે. પણ ભ્રષ્ટાચાર કરવાનો હોવાથી સેચ્યુરેટેડનુ નાટક કરાયુ છે. આ પરિપત્રને કારણે નાના ફેક્ટરીવાળાઓનુ પોતાનો પ્લાન્ટ નાખવાનુ સપનુ અધુરું જ રહી ગયુ હતુ. સરકારે તપાસ કરાવી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે ખોટી રીતે સેચ્યુરેટેડ જાહેર કરાઈ છે. આથી સરકારે ઉચ્ચ અધિકારીઓને બોલાવી પૂછ્યુ હતુ કે, હજુ આવી GIDCમાં 90 ટકા પ્લોટો ભરાયા નથી તો પછી તમે કઈ રીતે તેને સેચ્યુરેટેડ જાહેર કરી ?   જો કે અધિકારીઓએ ગલ્લા તલ્લા કર્યા હતા. તેમજ જાતજાતના બ્હાના બતાવીને છથી સાત મહિનાનો સમય કાઢી નાખ્યો હતો. આખરે સાબિત થઈ ગયુ હતુ કે સરકારને બદનામ કરવા માટે જ પ્લોટો હોવા છત્તા જાણીજોઈને પ્લોટોની ફાળવણી કરવી નહી હોવાથી સેચ્યુરેટેડ જાહેર કરાઈ છે. સરકારે તુરંત જ આવી સેચ્યુરેટેડ જાહેર થયેલી GIDCમાં પ્લોટો ખાલી હોવાથી જેને જોઈતા હોય તેઓને ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત અખબારોમાં આપી હતી. લોકસભાની ચૂંટણી પછી અમુક કૌભાંડીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવાશે.

લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો  પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી | Gujarat BJP Active for 2024  Lok ...

ભાજપના ધારાસભ્યોની મુખ્યમંત્રીને ફરિયાદ,પ્રજાલક્ષી કામો થતા નથી, કંઈક કરો
ભાજપના ધારાસભ્યોએ જ મુખ્યમંત્રીને ફરિયાદ કરી રહ્યા છે કે પ્રજાલક્ષી કામો   થતા નથી અને સ્થાનિક તંત્ર દ્વારા ઢીલાસ અને ભારે બેદરકારી દેખાડવામાં આવે છે. દર મહિને મળતી સંકલન સમિતિની બેઠકોમાં પણ પ્રજાલક્ષી કામોની વાત કરવામાં આવે છે તેમજ તંત્રનું ધ્યાન પણ દોરાય છે આમ છતાં તેનો અમલ કરાતો નથી. થોડો સમય પહેલા ધારાસભ્યોની ફરિયાદની ગંભીરતા જોઈને મુખ્યમંત્રીએ એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીને આદેશ કર્યો હતો કે તમામ જિલ્લાઓમાંથી કયા ધારાસભ્યોના કેટલા કામો પેન્ડિંગ છે તેની યાદી સાથેનો રિપોર્ટ તૈયાર કરીને મને આપો. ભૂતકાળમાં પણ ધારાસભ્યોના પ્રજાલક્ષી કામોમાં બેદરકારી દાખવાથી હોવાની ફરિયાદો સરકારમાં થઈ હતી જેને લઈને મુખ્યમંત્રીએ ખૂબ જ ગંભીરતાથી આ પ્રશ્નને હાથમાં લઈને ટોચના એક અધિકારીને સીએમ બંગલે બોલાવ્યા હતા. તેમજ તેમની સાથે આ સંદર્ભમાં   લંબાણથી ચર્ચા કરી હતી અને અંતે એવો આદેશ કર્યો હતો કે તમામ જિલ્લાઓ પૈકીમાં કયા જિલ્લામાં કયા ધારાસભ્યના કેટલા કામો પેન્ડિંગ છે તેની યાદી તૈયાર કરો અને સમગ્ર રિપોર્ટ મને આપો.બીજી બાજુ હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ મળ્યો કે નહી અને હવે મુખ્યમંત્રી શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

વધુ વાંચોઃ ખેડામાં કાળુસિંહ ડાભી કે દેવુસિંહ ચૌહાણ? કોણ જીતી રહ્યું છે જનતાનું દિલ? ચરોતરના મિજાજે ચકરાવ્યા

ગુજસેલમાંથી હાંકી કઢાયેલો પાયલોટ પાછો આવવા સરકારની ઘોર ખોદી રહ્યો છે
ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ-ગુજસેલમાંથી કેપ્ટન અજય ચૌહાણની હકાલપટ્ટી બાદ અંધાધૂંધીનો માહોલ છે. ચૌહાણ કોન્ટ્રાક્ટ બેઝ પર હોવા છત્તા ઘણા વર્ષોથી તેમણે ગુજસેલ પર અડ્ડો જમાવી દીધો હતો. વગર ટેન્ડરે બારોબાર અનેક કોન્ટ્રાક્ટો પધરાવ્યા હતા. જ્યારે અન્ય અમુક ટેન્ડરોમાં પ્રેઝન્ટેશનના 80 અને પ્રાઈઝના માત્ર 20 માર્કસ રાખીને મોટો વહીવટ કર્યો હતો. વગર મંજૂરીએ પરિવાર, સગાસંબંધીઓ, મંત્રીઓ રાજકીય નેતાઓ તથા તેમના સંતાનોને મફતમાં હવાઈ સફર કરાવીને પોતાનુ સામ્રાજ્ય જાળવી રાખ્યુ હતુ. આખરે નાકથી ઉપર પાણી વહી જતા સરકારે કેપ્ટનની ગુજસેલમાંથી હકાલપટ્ટી કરી હતી. પોતાના વગર ગુજસેલનો વહીવટ ખાડે જઈ શકે છે તેવુ પ્રસ્થાપિત કરવા માટે કેપ્ટેન ચાલ રમે છે. જેમાં સૌ પ્રથમ તેમણે અન્ય એક કેપ્ટનને ગુજસેલમાંથી રાજીનામુ અપાવી દેવડાવ્યુ હતુ. જેથી એક પાયલોટ જ રહ્યો હોવાથી હેલિકોપ્ટરની સેવાઓ ખોરવાઈ હતી. મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ હેલિકોપ્ટર મળી શકતુ નહોતુ. જેમાં સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે. આખરે સરકારે પણ નક્કી કર્યુ છે કે, કેપ્ટનને હવે ક્યારેય ગુજસેલમાં પાછો લેવાશે નહી. એટલુ જ નહી, કેન્દ્ર સરકારની કંપની પવનહંસ પાસેથી બે પાયલોટને કાયમી રાખી લીધા છે. સરકાર હવે ગમે ત્યારે કેપ્ટનનો હિસાબ કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ