બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

VTV / ભારત / શું સુપ્રીમ કોર્ટ આર્ટીકલ 370 પર ફરી કરશે સુનાવણી? આ તારીખ પર દેશની નજર

Jammu and Kashmir / શું સુપ્રીમ કોર્ટ આર્ટીકલ 370 પર ફરી કરશે સુનાવણી? આ તારીખ પર દેશની નજર

Last Updated: 07:43 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતી સમીક્ષા અરજી પર 1 મેના રોજ વિચારણા કરવામાં આવશે. તે દિવસે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કેસની ફરી સુનાવણી થવી જોઈએ કે નહીં

કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખનારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતી સમીક્ષા અરજી પર 1 મેના રોજ વિચારણા કરવામાં આવશે. તે દિવસે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કેસની ફરી સુનાવણી થવી જોઈએ કે નહીં. 11 ડિસેમ્બર, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી.

અગાઉ અરજી ફગાવાઇ ત્યારે શું કહેવાયું હતું

તેમના નિર્ણયમાં, મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને કાયદેસર ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે તે અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિને તેને દૂર કરવાની સંપૂર્ણ સત્તા છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

'કેન્દ્રના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં'

CJI DY ચંદ્રચુડે ચુકાદામાં કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતમાં જોડાયા પછી તેણે સાર્વભૌમત્વનું તત્વ જાળવી રાખ્યું નથી. આવી સ્થિતિમાં તેના માટે કોઈ ખાસ જોગવાઈઓ કરી શકાતી નથી. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ની જોગવાઈઓ અંગે CJIએ કહ્યું હતું કે, “કેન્દ્રના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં, તે અરાજકતા તરફ દોરી જશે. રાષ્ટ્રપતિ પાસે કલમ 370 રદ કરવાનો અધિકાર છે. તેમને વિધાનસભા ભંગ કરવાનો પણ અધિકાર છે."

આ પણ વાંચોઃ હવેથી કઇ ટિકિટ પર લાગશે કેટલો ચાર્જ? કેન્સલેશનના નિયમોમાં ફેરફાર, જાણો

કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હોવાનું કહ્યું હતું

CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેંચે કહ્યું હતું કે, “અમે માનીએ છીએ કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને તે વચગાળાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંક્રમણકાલિન ઉદ્દેશ્યની પૂર્તિ માટે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે આ કામચલાઉ હેતુ માટે હતું. લખાણ વાંચવાથી એ પણ ખબર પડે છે કે આ એક અસ્થાયી જોગવાઈ છે અને આ રીતે તેને બંધારણના ભાગ 21માં મૂકવામાં આવી છે.”

ત્રણ અલગ-અલગ ચુકાદા નિષ્કર્ષ એક

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની આ બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ અલગ-અલગ ચુકાદા લખવામાં આવ્યા હતા, પરંતુ તમામ ન્યાયાધીશો એક નિષ્કર્ષ પર સહમત હતા.

નોંધનીય છે કે ઓગસ્ટ 2019માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને રદ કરી દીધી હતી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ