બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'પત્ની સામે તાકે છે, સીધો કરવો પડશે' પતિએ સીમમાં પ્રેમીને છરી-કટરથી પતાવ્યો, લાશ ખાડામાં ફેંકી

બગોદરા / 'પત્ની સામે તાકે છે, સીધો કરવો પડશે' પતિએ સીમમાં પ્રેમીને છરી-કટરથી પતાવ્યો, લાશ ખાડામાં ફેંકી

Last Updated: 03:28 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બગોદરામાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હતી. પોલીસે અત્યંત ચપળતા દાખવીને આ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે.

'પતિના હાથે પત્નીના પ્રેમીનું ઘાતકી મર્ડર' સનસનાટી મચાવતી આવી એક મોટી ઘટના અમદાવાદના બગોદરામાં બની છે. પતિ-પત્ની અને 'વો' વાળી આ કથામાં પ્રેમ કાજે પ્રેમીને પત્નીના પતિને હાથે ભૂંડી રીતે મરવાનો વારો આવ્યો.

Bagodara-Sanjay-Prajapati-murder

પત્ની સામે વારેવારે જોતા પતિએ કાઢ્યું પ્રેમીનું કાસળ

બગોદરાના ભામસરા ગામે રહેતા પ્રહલાદ સોલંકી નામના શખ્સે પોતાની પત્ની સંગીતાના પૂર્વ પ્રેમી સંજય પ્રજાપતિની ઘાતકી હત્યા કરી નાખઈ હતી. પોલીસે લાશનો ભેદ ઉકેલી નાખીને આરોપી પતિ પ્રહલાદ સોલંકીની ધરપકડ કરી છે.

કેમ કર્યું મર્ડર

હકીકતમાં આરોપી પ્રહલાદની પત્ની સંગીતા અને મૃતક સંજય પ્રજાપતિ વચ્ચે ભૂતકાળમાં પ્રેમસંબંધ હતો જોકે પછી સંગીતાના પ્રહલાદ સાથે લગ્ન થઈ ગયા હોવાથી બ્રેકઅપ થયું હતું તેમ છતાં પણ સંજય સંગીતાને ભૂલ્યો નહોતો અને અવારનવાર તેની સામે જોઈને હસતો હતો. પ્રહલાદે સંજયને આ અંગે ઠપકો આપીને પોતાની પત્ની સાથે સંબંધ પૂરો કરવાનું અનેક વાર કહ્યું છતાં ન માનતાં તેણે સજયનો કાંટો કાઢવાનું કાવતરું ઘડ્યું.

કેવી રીતે કર્યું મર્ડર

આરોપી પ્રહલાદે સંજયને કોઈ બહાનું કાઢીને ભામસરા ગામની સીમમાં બોલાવ્યો હતો. બન્ને વચ્ચે સંગીતા બાબતે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન પ્રહલાદે પોતાના પ્લાન પ્રમાણે સંજયને છરી અને કટરના ઘા મારીને પતાવી દીધો હતો અને તેની લાશ ખાડામાં ફેંકી દીધી હતી અને આજ ખાડામાં પોતાના લોહીવાળા કપડાં ધોઇને પોતે નાહી લીધું હતું. અને સજયનો મોબાઈલ પાણીમાં ફેંકી અને ગામના તળાવમાં છરી અને ક્ટર ફેંકી દીધું હતું. બંગોદરા પોલીસે આ તમામ વસ્તુ કબજે કરીને હત્યા પાછલ કોઈ સંડોવણી છે કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

પોલીસે કેવી રીતે ઝડપ્યો આરોપીને

પોલીસ આ હત્યાને લઈ તપાસ શરૂ કરતાં મૃતકના મોબાઈલ નંબરનાં સીડીઆર, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી પોલીસ મૃતકની પ્રેમિકા સુધી પહોંચ્યા હતા. સંગીતા અને તેના પતિ પ્રહલાદ સોલંકીની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

વધુ વાંચો : ડૉ વૈશાલી આપઘાત કેસ: હાઈકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી, સ્યુસાઈડ નોટનું સત્ય આવ્યું સામે

પ્રહલાદ પત્ની સંગીતા સાથે ગાય બેસન કંપનીમાં કામ કરતો હતો

આરોપી પ્રહલાદ અને તેની પત્ની સંગીતા મોરૈયાની ગાય બેસન કંપનીમાં કામ કરે છે. ભામસરા બ્રિજ નીચે તેઓ ચાલતાં ઘેર જતા હોય ત્યારે સંજય સંગીતાને સતત જોયા કરતો હતો. આવું લગભગ દરરોજ થવા લાગ્યું હતું. પ્રહલાદે સંજયને ઠપકો પણ આપ્યો હતો તેમ છતાં પણ તેણે સંગીતા સામે જોવાનું ચાલું રાખ્યું અને આથી એક દિવસ કંટાળીને પ્રહલાદે કાવતરુ ઘડીને તેને મળવા બોલાવીને સીમમાં છરી અને કટરથી પતાવી દીધો.

શું બોલ્યાં જિલ્લા પોલીસ વડા?

જિલ્લા પોલીસ વડા (ગ્રામ્ય) મેધા તેવારે પ્રેસ કોન્ફરન્સમાં મર્ડર સંબંધિત તમામ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ભામસરા ગામમાં રહેતા પ્રહલાદ સોલંકીને શક હતો કે તેની પત્ની સંગીતાને પડોશમાં રહેતા સંજય પ્રજાપતિ સાથે આડા-સંબંધો છે બન્ને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને આથી એક દિવસે પ્રહલાદ તેને ગામની સીમમાં બોલાવીને છરી અને કટરથી છાતી-ગળા અને પેટના ભાગે જીવલેણ ઘા માર્યાં હતા. મર્ડર બાદ આરોપી પ્રહલાદે સંજયની લાશ અને તેનો મોબાઈલ તથા મર્ડરના સાધન છરી અને કટર તળાવમાં ફેંક્યાં હતા. બગોદરા પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરીને આરોપી પ્રહલાદ સોલંકીને ટેકનોલોજી અને સર્વલેન્સથી ઝડપી લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bagodara lover murder Bagodara Sanjay Prajapati murder Bagodara Prahlad Solanki murder plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ