બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kalousingh Dabhi or Devusingh Chauhan in Kheda? Who is winning the hearts of the public Charotar mood made him dizzy

રિપોર્ટ કાર્ડ / ખેડામાં કાળુસિંહ ડાભી કે દેવુસિંહ ચૌહાણ? કોણ જીતી રહ્યું છે જનતાનું દિલ? ચરોતરના મિજાજે ચકરાવ્યા

Dinesh

Last Updated: 11:14 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

kheda news: ખેડા લોકસભા બેઠક પર નજર કરીએ તો 1952થી અત્યાર સુધી આ બેઠક પર કોંગ્રેસ 10 વાર ચૂંટણી જીતી ચૂક્યું છે. ભાજપ 3 વખત આ બેઠક પર વિજેતા થયું છે

ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. અને ફરી એકવાર ભાજપે દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ મુકીને 2024માં ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે કપડવંજના ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

આ બેઠકનો જાતિગત સમીકરણ શું ?
ખેડા લોકસભા બેઠકમાં માતર, નડીયાદ, મહેમદાવાદ અને કપડવંજ તેમજ ધોળકા અને દસક્રોઈ મળીને ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે.  અહીં ક્ષત્રિય મતદારોની સંખ્યા 19 લાખ 91 હજાર છે. આ જ કારણ છે કે અહીં 8 વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે. ક્ષત્રિયોના મતદારો 41 ટકા, પટેલ સમાજના 16 ટકા મતદારો છે. તો મુસ્લિમ મતદારો 11.50 ટકા છે. દલિત મતદાર 7.60 ટકા, અન્ય મતદારો 14.20 ટકા, સવર્ણો 9.70 ટકા અને આદિવાસી મતદાર ૦.25 ટકા છે. 

દેવુસિંહ ચૌહાણ ખેડામાં કેટલો કર્યો વિકાસ?
ખેડા લોકસભા બેઠક પર નજર કરીએ તો 1952થી અત્યાર સુધી આ બેઠક પર કોંગ્રેસ 10 વાર ચૂંટણી જીતી ચૂક્યું છે. ભાજપ 3 વખત આ બેઠક પર વિજેતા થયું છે. 1996થી 2009 સુધી 5 વખત કોંગ્રેસના દિનશા પટેલ ચૂંટાઈને આવ્યા હતા. 2014-19 બે ટર્મ સુધી ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ ચૂંટાઈને આવ્યા. 2019માં દેવુસિંહ ચૌહાણ 3 લાખથી વધુ લીડથી ચૂંટણી જીત્યા હતા. 2017 ધારાસભ્ય બનેલા અને 2022માં કોંગ્રેસમાંથી કપડવંજ બેઠક પર હારેલા ક્ષત્રિય કાળુસિંહ ડાભી ચૂંટણી હાર્યા હતા અને હવે કોંગ્રેસે લોકસભા માટે ટિકિટ આપી છે..

વિકાસ કાર્યો, નોકરીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે?
ખેડા લોકસભા બેઠકમાં વણઉકેલાયેલા પ્રશ્નો પર નજર કરીએ તો તમાકુ અહીંનો મુખ્ય પાક છે. તમાકુના પાક પર GST નાખવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ખારીકટ કેનાલ અને શેઢી નદીમાં કેમિકલ અને પ્રદૂષણનો પ્રશ્ન વણઉક `લ્યો છે. નપામાં આરો વોટર પ્લાન્ટ બન્યા પણ પાણી નથી મળ્યું. ખાનગી શિક્ષણ સંસ્થા વધી પણ સરકારી શાળામાં કોઈ વિકાસ નથી થયો. શિક્ષણ, આરોગ્ય રેવન્યૂ અને પંચાયતમાં મહેકમ ખાલી છે. દાંડી માર્ગ પર ટોલ ટેક્સ, ખેડૂતોને પુરતુ સિંચાઈનું પાણી, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જનતાએ જેમના પર વિશ્વાસ મુક્યો હતો અને ફરી ચૂંટણી મેદાને ઉતરેલા દેવુસિંહ ચૌહાણ શું દાવો કરી રહ્યા છે.. અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કયા પ્રશ્નો લઈને જનતા વચ્ચે જશે એ પણ સાંભળીએ.

વાંચવા જેવું: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

Loksabha Election 2024    સાંસદ દેવુસિંહ પ્રજા માટે વિકાસના કાર્યો કરવાનો દાવો કરી રહ્યા છે.. તો વળી કોંગ્રેસના કાળુસિંહ ડાભી રોજગારી, ખેતીના પ્રશ્નો સાથે પ્રજા વચ્ચે મત માગવાનો દાવો કરી રહ્યા છે.. ત્યારે જનતાનો મિજાજ કોના પર ઉતરે છે એ જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ