બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / Politics / કોણ છે ફ્રૂટ વેચતી મોહિની ગૌડા? જેને મળવાની ઈચ્છા PM મોદીએ સામેથી જાહેર કરી, ફોટો વાયરલ

કર્ણાટક / કોણ છે ફ્રૂટ વેચતી મોહિની ગૌડા? જેને મળવાની ઈચ્છા PM મોદીએ સામેથી જાહેર કરી, ફોટો વાયરલ

Last Updated: 07:38 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા અને સુકરી બોમ્માગૌડા સાથે પણ મુલાકાત કરી

PM Narendra Modi met Mohini Gowda : લોકસભાની ચૂંટણી 2024નો પ્રચાર સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની તેમની મુલાકાત દરમિયાન જાહેર સભાને સંબોધતા પહેલા મોહિની ગૌડાને મળ્યા હતા. મોહિની ગૌડા ફળો વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

pm-modi

પીએમ મોદી આજે જનસભાને સંબોધવા કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી પહોંચ્યા હતા. રેલીને સંબોધતા પહેલા તેઓ હેલિપેડ પર મોહિની ગૌડાને મળ્યા હતા. મોહિના ગૌડા કર્ણાટકના અંકોલાની રહેવાસી છે અને શાકભાજી વેચીને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. તે પીએમ મોદીનું ભાષણ સાંભળવા માટે ખાસ સિરસી પહોંચી હતી. પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

GMVJkHZWUAAAw2m

સ્વચ્છતા અભિયાન માટે જાણિતા

રિપોર્ટ અનુસાર મોહિની ગૌડા તેની સખત મહેનત અને સ્વચ્છતા અભિયાનને તેના જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રખ્યાત છે. તેઓ અંકોલાના બસ સ્ટેન્ડ પર ફળો વેચે છે. કચરો એકઠો કરવા માટે તેની પાસેની નાની નાની દુકાનો પર એક ડસ્ટબીન પણ રાખવામાં આવેલ છે. ઘણા લોકો તેને પોતાની જવાબદારી સમજીને ફળ ખાધા પછી બાકી રહેલા પાંદડાને ડસ્ટબીનમાં ફેંકી દે છે. પરંતુ કેટલાક ગ્રાહકો એવા પણ આવે છે કે જેઓ ફળ ખાધા પછી પાંદડા અહીં-ત્યાં ફેંકી દે છે અને ચાલ્યા જાય છે.

પીએમ મોદીએ મળવાની ઈચ્છા વ્યક્ત કરી

આવી સ્થિતિમાં ગ્રાહકો સાથે કોઈ દલીલ કર્યા વિના મોહિની ગૌડા તે પાંદડા ઉપાડે છે અને તેને ડસ્ટબીનમાં ફેંકી દે છે. તેમનું સૌમ્ય વર્તન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું હતું. PM મોદી જ્યારે પોતાની જનસભાને સંબોધવા ઉત્તર કન્નડ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તેમણે મોહિની ગૌડાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમની આ વાતને મોહિની ગૌડાને જણાવવામાં આવી, ત્યારબાદ તે અંકોલાથી સિરસી પહોંચી. જ્યાં હેલિપેડ પર પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્વચ્છતા પ્રત્યેના તેમના વર્તન અને સમર્પણની પ્રશંસા કરી હતી.

વધુ વાંચો : 'સાડીની પીન કાઢીને કરતો ગંદુ કામ' વીડિયો કોલમાં છોકરી સાથે અશ્લિલ વાતો, સાંસદ સેક્સ સ્કેન્ડલ

તેમજ પદ્મશ્રી પુરસ્કારોના આશીર્વાદ લીધા હતા

આ દરમિયાન પીએમ મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા અને સુકરી બોમ્માગૌડા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે બંને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. તુલસી ગૌડાએ પીએમને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે દિલ્હીથી અંકોલામાં આવ્યા હતા. અહીં તેઓ અમને મળ્યા અને આશીર્વાદ માંગ્યા. અમે તેમને વિજય માટે આશીર્વાદ આપ્યા. પરિવારના સભ્યો સહિત દરેક વ્યક્તિ આ મુલાકાતથી ખૂબ જ ખુશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ